Homeગુજરાતગુજરાત સ્થાપના દિવસે રાહુલ ગાંધી આવશે ગુજરાત, જાણો શું છે આયોજન  

ગુજરાત સ્થાપના દિવસે રાહુલ ગાંધી આવશે ગુજરાત, જાણો શું છે આયોજન  

-

ગાંધીનગર Gandhinagar : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના સમયને લઈ વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં આશા સેવાઈ રહી છે કે અપેક્ષિત સમય કરતા વહેલી ચૂંટણી જાહેર થઈ શકે છે તેવી ચર્ચા પણ સામેલ છે. રાષ્ટ્રીય કદના નેતાઓના ગુજરાત તરફ ઘસારાને લઈ લોકોની ચર્ચા વ્યાજબી પણ છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી અને બાદમાં ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગુજરાત પ્રવાસ કરી ચૂક્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AIMIM પાર્ટીના અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ Congress ના નેતા રાહુલ ગાંધી Rahul Gandhi આગામી 1 મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. નોંધનીય છે કે, ગત માસમાં તેઓ ગુજરાતના દેવભૂમી દ્વારકાની ટૂંકી મુલાકાતે પણ આવી ચૂક્યા છે. પરંતુ હવે તેઓ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા આવી રહ્યા હોવાના અહેવાલ છે.

Latets Gujarati News- ગુજરાત સ્થાપના દિવસે Congress નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ગુજરાતના સ્થાપના દિવસે જ  ગુજરાત પહોંચી રાહુલ ગાંધી આદિવાસી સમાજના લોકોના પ્રશ્નોને લઈ દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવશે. આવતીકાલે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રા માટેનું આયોજન કરવા માટે બેઠક મળશે જેમાં ગુજરાત કોંગ્રેસનાં આદિવાસી અને અન્ય સમાજના ધારાસભ્યોએ ભાગ લેશે અને આ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળશે.

વધુ ગુજરાતી સમાચાર વાંચો :

ઓનલાઈન ક્રિકેટ સટ્ટો/ અમદાવાદના સરખેજ અને બોપલ પોલીસે 2 શખ્સોને ઝડપી કરી કાર્યવાહી

કાળઝાળ ગરમીમાં પંખીઓને રાહત આપવા રોજ ચબુતરે જઈ બરફ નાખે છે રાજકોટના કૌશિકભાઈ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....