Homeગુજરાતસુરતવધુ એક પેપર લીક: સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર...

વધુ એક પેપર લીક: સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર લીક

-

Latest Surat News in Gujarati : રાજ્યમાં પરીક્ષાના પેપર ફૂટી જવાનો સીલસીલો સામાન્ય બનતો જણાય રહ્યો છે. ક્યારેક ભરતીના પેપર ફૂટે Paper Leak તો ક્યારેક અભ્યાસના તેવી સ્થિતીમાં વિદ્યાર્થીઓની મુશ્કેલી વધતી હોય છે. એવામાં આજરોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માં BCOMના સેમેસ્ટર 6નું  પેપર ફૂટી જવાના અહેવાલ મળી રહ્યા છે. જેના પગલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એક સેનેટ સભ્યોનો આક્ષેપ છે કે પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટી ગયું હતું. સાથે જ સેનેટ સભ્ય દ્વારા આ મામલે યુનિવર્સિટીના કુલપતિને જાણ કરી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે જઈ યુનિવર્સિટીના કુલપતિએ પરીક્ષાને રદ્દ જાહેર કરી હતી. હાલ આ નિર્યથી વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર આ પ્રકારે પરીક્ષાના પેપર લીક થઈ જતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડતી હોય છે. સાથે જ તેમના વાલીઓન પણ હેરાનગતીનો સામનો કરવો પડે છે.

Surat News Gujarati: સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર લીક

આ મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ મીડિયોને જણાવ્યું હતું કે, “ બી.કોમ (B.COM) સેમેસ્ટર 6 નું ઇકોનોમિક્સ (Economics)નું પેપર એક દિવસ પહેલા જ ફૂટી ગયું હતું. એક ખાનગી ટ્યુશન ક્લાસમાંથી આ પેપર ફૂટયું હતું. આ મામલે અમે યુનિવર્સિટીનું ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ હાલ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આવી રીતે અવાર નવાર પેપર ફૂટે છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, આ અંગે શાસકો કોઈ યોગ્ય નિર્ણય કેમ નથી કરતાં?”

આ ઘટના બાદ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “પેપર લીક Paper Leak એક કલાક પહેલા જ ધ્યાનમાં આવ્યું હોવાની અમારી સ્ક્વોડ ને Squad માહિતી મળી હતી. અમારા સુધી જે રજૂઆત આવી તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલમાં તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાશે. આ મામલે એક્ઝામ સુપરિટેન્ડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.”

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...