Homeગુજરાતસુરતબોલો લીંબુ કરતા પણ સાહેબ મોંઘા નિકળા, લાયસન્સ માટે દોઢ લાખ માંગ્યા...

બોલો લીંબુ કરતા પણ સાહેબ મોંઘા નિકળા, લાયસન્સ માટે દોઢ લાખ માંગ્યા !: ACB ની કાર્યવાહી

-

Latest Surat New Gujarati : લાંચ કે’તા  ભ્રષ્ટાચારની કાળી કમાણી કરતા સરકારી અધિકારી અને કર્મચારીઓ દેશને કોરી ખાતી ઉધઈ છે.  ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટી કરપ્સન બ્યુરો Anti Corruption Bureau સતત કાર્યવાહી કરતું હોય છે. ત્યારે આવી જ એક કાર્યવાહી સુરત Surat માં કરવામાં આવી હતી. જેમાં આર.ટી.ઓ. RTO ના અધિકારીઓ મલાઈ (ભ્રષ્ટાચાર) માંગતા હોય એ.સી.બી.ની ઝપટે ચડી ગયા છે. પરંતુ આ ઘટનામાં માનવામાં ન આવે તેવી રકમની માંગણી ફોર વ્હિલના લાયસન્સ માટે કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર માટે આરોપીએ માંગેલી મોટી રકમના કારણે લોકો રમૂજ કરી રહ્યાં છે કે, સાહેબ તો લિંબુ કરતા પણ મોંઘા નિકળા !

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સુરતના બારડોલી આર.ટી.ઓ. Bardoli RTO કચેરીના મોટર વ્હીકલ ઇન્સપેકટર વર્ગ-ર અને ખાનગી વ્યક્તિ એ ફરિયાદી પાસેથી ફોર વ્હીલ ગાડીનું લાયસન્સ મેળવવાની ટેસ્ટમાં પાસ કરવા માટે રૂપિયા દોઢ લાંખની લાંચ માગી હતી.

Latest Surat News Gujarati: ડ્રાયવીંગ લાયસન્સ માટે દોઢ લાખ માંગ્યા !: ACB ની કાર્યવાહી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી મોટર ડ્રાઇવીંગ સ્કુલના વ્યવસાય ચલાવી રહ્યા છે.  ફરીયાદી મોટર ડ્રાઈવીંગની તાલીમ આપી લાયસન્સ મેળવવા અરજદારો સાથે ફોર વ્હીલ કારના ટેસ્ટ માટે બારડોલી આર.ટી.ઓ. કચેરી ખાતે ગયા હતા. દરમિયાન મોટર વ્હીકલ ઇન્સપેકટર વર્ગ-ર અમિત રામપ્યારે યાદવ એ ફરીયાદી ટેસ્ટમાં પાસ કરી લાયસન્સ આપી દેવા માટે રૂપિયા દોઢ લાખની માંગણી કરી હતી.

વીડિયો/ શિક્ષકના જન્મદિવસમાં એવું થયું કે વિદ્યાર્થીની ધોલાઈ થઈ ગઈ

લાંચ પેટે માંગેલી રકમ ખાનગી આર.ટી.ઓ. એજન્ટ નીકુંજ નરેશભાઈ પટેલને આપી દેવાનું યાદવે જણાવ્યું હતું.  લાયસન્સ માટે માંગેલી લાંચની તગડી રકમ ઓછી કરાવવા માટે નીકુંજને જણાવતા તેણે રૂપિયા એક લાખ આપવા સંમતી દર્શાવી હતી.

દરિયાના મહાકાય મોજાથી પણ ડરતો નથી આ હિંમતવાન યુવાન, જુઓ આ અદભૂત વીડિયો

પરંતુ ફરિયાદી લાંચની રકમ નહીં આપવા માંગતા હોય તેમણે એ.સી.બી.ને આ મામલે ફરિયાદ કરી હતી. બાદમાં એ.સી.બી. દ્વારા લાંચની રકમ આપવાનું છટકું ગોઠવી આરોપીને ઝડપવા કાર્યવાહી થઈ હતી. જેમાં આરોપી રામપ્યારે યાદવ અને નીકુંજ પટેલ ફરિયાદી સાથે લાંચની હેતુલક્ષી વાત કરી અમિતના કહેવાથી નીકુંજકુમાર પટેલ રૂપિયા એક લાખની માંગણી કરી સ્વિકારતા ઝડપાયા હતા.

Must Read