Homeગુજરાતરાજકોટયુવાન દંપતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવનને કહ્યું અલવિદા: રાજકોટ

યુવાન દંપતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવનને કહ્યું અલવિદા: રાજકોટ

-

રાજકોટ : રાજકોટમાં ગત 15 જૂલાઈના રોજ મોરબી રોડ દંપતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની ઘટના હજૂ તાજી છે. ત્યાં રાજકોટમાં ફરી સજોડે દંપતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટના સામે આવી છે. મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ (Rajkot) ના રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગર ફાટક પાસે નવદંપતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતકના નામ કરણ પંચારરા ઉંમર વર્ષ 22 અને સ્નેહા પંચાસરા ઉંમર વર્ષ 22 હોવાનું સામે આવ્યું છે. પોલીસના પ્રાથમિક તપાસમાં મૃતક બંને પતિ-પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલત ઘટના સ્થળે પંચનામું કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવનાર દંપતી કરણ અને સ્નેહાના લગ્ન દોઢ માસ પૂર્વે જ થયા હતા. આટલા ટૂંકા ગાળા પહેલા લગ્નગ્ર્ંથીથી જોડાયેલા દંપતીની આત્મહત્યાનું કારણ હૂજ અકબંધ હોય પોલીસ તપાસ કરી રહી છે.

ગત તારીખ 15 જૂલાઈના રોજ રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં દંપતી બાબુ અને મમતા સોલંકીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ દંપતીની આત્મહત્યા પાછળ ગૃહકલેશ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું.

વધુ વાંચો- બોટાદમાં લારી-ગલા નહીં પણ પાકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરો કોંગ્રેસની રજુઆત

Must Read