Homeગુજરાતરાજકોટરાજકોટમાંથી બોગસ ટી.સી. ઝડપાયો, આ રીતે શંકા જતા પોલીસને હાથ લાગ્યો

રાજકોટમાંથી બોગસ ટી.સી. ઝડપાયો, આ રીતે શંકા જતા પોલીસને હાથ લાગ્યો

-

Latest Rajkot City News : બોગસ પોલીસ, બોગસ ડોકટર અને હવે બોગસ ટી.સી. (ટીકીટ ચેકર) ઝડપાયો છે. રાજકોટમાં ઓખા-જબલપુર જતી ટ્રેનમાં એક શખ્સ ટી.સી.નો વેશ ધારણ કરી ટીકીટ ચેક કરતો હતો. બોગસ ટી.સી. રેલ્વે કર્મચારીઓની નજરે ચડતા તેને ઝડપી લઈ રેલ્વે પોલીસ ફોર્સ (આર.પી.એફ.)ને હવાલે કર્યો હતો. પોલીસે આ શખ્સની તપાસ કરી બોગસ ટી.સી. બની લોકોને ઠગવા સબબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હનુમાનસિંહ રાજપુરોહિત નામનો શખ્સ ગતરોજ બપોરના ઓખા-જબલપુર ટ્રેનમાં બોગસ ટી.સી. બની ફરતો હતો. દરમિયાન રેલ્વેમાં 10 વર્ષથી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રનગરના સરસ્વતી નગરમાં રહેતા પરશુરામ માળીએ આ શખ્સને જોતા શંકા ગઈ હતી. પરશુરામ માળીએ આરોપી શખ્સએ ટી.સી.નો ગણવેશ પણ ન પહેર્યો હોય આઈ.ડી. કાર્ડની માંગણી કરી હતી. આઈ.ડી. કાર્ડ માંગતા આરોપી શખ્સે રતલામ ડિવિઝનનું કાર્ડ બતાવ્યું હતું. આ કાર્ડ બોગસ હોવાની શંકાના આધારે પરશુરામ માળીએ રેલ્વે પોલીસને જાણ કરી હતી.

Rajkot City News: રાજકોટમાંથી બોગસ ટી.સી.. ઝડપાયો આ રીતે શંકા જતા પોલીસને હાથ લાગ્યો

ટ્રેનમાં ટીકીટ ચેક કરી પોતાને હનુમાનસિંહ તરીકે ઓળખ આપતો શખ્સ પોલીસ તપાસમાં આકાશ રાજપુરોહિત નિકળ્યો. પોલીસે આરોપી આકાશની અટકાયત કરી તેની પાસેના બોગસ આઈ.ડી. કાર્ડ સહિત ઝડપ્યો હતો. આ શખ્સ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જર પાસેથી ટીકીટ માંગતો અને પેસેન્જર પાસેથી તોડ કરતો હતો. આ અંગે રેલ્વે પોલીસે બોગસ ટિકિટચેકર સામે ગુનો નોંધી વિશેષ તપાસ ચલાવી હતી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...