Homeગુજરાતરાજકોટવૉટસન મ્યુઝિયમમાં દેશી રજવાડાના દસ્તાવેજોનું પ્રદર્શન લંબાવાયું: રાજકોટ

વૉટસન મ્યુઝિયમમાં દેશી રજવાડાના દસ્તાવેજોનું પ્રદર્શન લંબાવાયું: રાજકોટ

-

રાજકોટ સમાચાર : તા. ૩૦ જુલાઈ – રાજકોટમાં જયુબેલી બાગ ખાતે આવેલા ઐતિહાસિક વોટસન મ્યુઝિયમ (Watson Museum)માં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા ‘‘”નું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ૨૪ જુલાઈથી શરૂ થયેલાં આ પ્રદર્શનને જનતાનો અનેરો પ્રતિસાદ મળતાં પ્રદર્શનને તા. ૨ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ તા. ૨ ઓગસ્ટ સુધી સવારે ૧૦ થી સાંજના ૫ સુધી પ્રદર્શનને માણી શકશે.

rajkot watson museum exhibition gujarat
સંગ્રહાલયમાં ઐતિહાસિક ચીજ-વસ્તુનું પ્રદર્શન નિહાળતા વિદ્યાર્થીઓ

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઈતિહાસ પ્રેમીઓ માટે રજવાડા (Desi Rajwada)ના સમયની પ્રાચીન કલાકૃતિઓ અને દસ્તાવેજોના સંગ્રાહક રમેશગીરી ગોસાઈના સંગૃહિત દસ્તાવેજોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.તા. ૨૪ જુલાઈથી યોજાયેલ પચાસ રજવાડાના સમયના ચલણો, ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાના બ્રિટીશ દસ્તાવેજોને નિહાળવા માટે આશરે ૧૫૦૦થી વધુ લોકોએ વોટસન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અને રોમાંચ સાથે દસ્તાવેજોને નિહાળ્યા હતા.

rajkot watson museum exhibition
વૉટસન ઐતિહાસિક સંગ્રહાલય

આ પ્રદર્શનનો લાભ વધુને વધુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા લેવા માટે વોટસન મ્યુઝિયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Must Read