Homeગુજરાતરાજકોટરાજકોટમાં ધોળા દિવસે કેમરાની નજરમાંથી બાઈક ચોરીનો વિડીયો આવ્યો સામે

રાજકોટમાં ધોળા દિવસે કેમરાની નજરમાંથી બાઈક ચોરીનો વિડીયો આવ્યો સામે

-

નદીમ બ્લોચ, રાજકોટ સમાચાર : રાજકોટમાં વાહન ચોરી મામલે પોલીસ સક્રિય હોવા છતાં પણ ચોરી કરવાવાળાને કોઈ ફર્ક પડતો ન હોય તેવી સ્થિતી છે. રાજકોટ શહેર પોલીસ અવારનવાર વાહનચોરીના ગુના ડિટેક્ટ કરી રહી છે. ત્યારે ગઈકાલે શહેરના દૂધસાગર રોડ પરથી એક બાઈક ચોરીની ઘટનાનો વિડીયો Video સામે આવ્યો છે.

ગઈકાલે તારીખ 27 જૂલાઈના રોજ રાજકોટ શહેરન દૂધ સાગર રોડ પર એક બાઈન ચોરીની ઘટના સામે આવી હતી. ઘટનાના સીસીટીવી જોતા લાગે છે કે ચોર જાણે બેફામ બની કોઈ ભય વગર ચોરી કરતા થયા છે. કારણ કે ધોળા દિવસે કેમરાની નજર હેઠળના વિસ્તારમાંથી એકદમ આરામથી ચોરી કરતો શખ્સ આ વિડીયોમાં નજર પડે છે.

વધુ વાંચો- 2 SPની બદલી, 2 Dysp સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ: કથિત લઠ્ઠાકાંડ મામલે કાર્યવાહી

પ્રાપ્ત વિગતો અનુસાર આ બાઈકના માલિક જગદીશભાઈ છે. પરંતુ આ બાઈક તેમના મિત્ર પાસે હતું દરમિયાન તેમના ઘર બહાર પાર્ક કરેલું હતું જ્યાંથી ચોર હાથ અજમાવી ગયો છે.

Must Read