Homeગુજરાતનવસારી: લગ્નની ભેટ ખોલતા જ થયો વિસ્ફોટ, કોણે આપી હતી ગિફ્ટ ?

નવસારી: લગ્નની ભેટ ખોલતા જ થયો વિસ્ફોટ, કોણે આપી હતી ગિફ્ટ ?

-

Latest News in Gujarati નવસારી : રાજ્યમાં હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે નવસારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીમાં વરરાજાને મળેલી ભેટ ખોલતાની સાથે જ ધડાકો થયો હતો. ધડાકો થયાનું કારણ બ્લાસ્ટને ગણાવાય રહ્યો છે. જેમાં વરરાજા સહિત પરિવારનું એક બાળક પણ ઈજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે. બ્લાસ્ટથી સ્તબ્ધ પરિવારે ઘટનાની જાણ વાંસદા પોલીસ મથકે કરી ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના મીંઢાબારી ગામની આ ઘટના છે. જેમાં ગામમાં રહેતા લતેશ ગાવીત નામના યુવાનનો લગ્ન સમારોહ હતો. જેમાં તેમને મહેમાનો દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી. જે ભેટ સોગાદને તેઓ ખોલીને જોઈ રહ્યાં હતા. દરમિયાન એક ભેટ મળી હતી તેને ચાર્જિંગ પોઈન્ટમાં લગાવતા મોટો બ્લાસ્ટ થયો હતો. આ ધડાકા સાથે થયેલા વિસ્ફોટને કારણે વરરાજાને હાથ, મોઢા અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઉપરાંત પરિવારના એક 3 વર્ષના કુમળા બાળકને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્ત  વરરાજાના અને કુમળી વયના બાળકને પરિવારે તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. ચોંકાવનારી ઘટનાને પગલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પરિવારે તપાસ કરતા જાણ થઈ કે આ ભેટ વરરાજાની સાળીના એક્સ બોયફ્રેન્ડ કંબોયા રાજૂ પટેલે દ્વારા આપવામાં આવી હતી.

નવસારી: લગ્નની ભેટ ખોલતા જ થયો વિસ્ફોટ કોણે આપી હતી ગિફ્ટ ? – Latest News in Gujarati

ભેટ આપનાર રાજૂ પટેલ અગાઉ વરરાજાની મોટી સાળી સાથે લીવ ઈન રિલેશનમાં રહેતો હતો. સમગ્ર ઘટનાની જાણ વાંસદા પોલીસને કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં પણ આવી એક ઘટના નોંધાઈ હતી જેમાં વરરાજાના દાદી અને પત્નીને ગંભીર ઈજાઓ થઈ હતી.

Must Read