Latest News Gujarati આજના તાજા સમાચાર, દેશ-વિદેશના સમાચાર ગુજરાતીમાં : મોતિહારી Motihari માં, પિતા આરટીઆઈ કાર્યકર્તા બિપિન અગ્રવાલની હત્યા RTI Activist Bipin’s Murder બાદ આઘાતમાં આવેલા 14 વર્ષના પુત્ર રોહિત Rohit Agarwal Suicide એ ગઈકાલે રાત્રે પોતાના પર કેરોસીન છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ મુજબ રોહિત અને તેનો આખો પરિવાર પોલીસ Police ની કાર્યવાહીથી નાખુશ હતો. તેના દાદા વિજય અગ્રવાલને ટાંકીને એન.ડી.ટી.વી. ના અહેવાલમાં જણાવ્યું છે કે, ગુરુવારે સવારે તેઓ ન્યાય મેળવવા એસપી SP ને મળવા ગયા હતા. અગાઉ તેમણે ફોન દ્વારા પરવાનગી પણ લીધી હતી. પરંતુ મોતિહારી એસપી તેમને મળ્યા ન હતા અને તેમના સ્થાને તેમણે અન્ય કર્મચારીઓને મોકલ્યા હતા. મૃતક પોતે એસપીને મળવા માટે આજીજી કરતો રહ્યો, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ આઘાતને કારણે રોહિત ઘરે પરત ફર્યો અને આત્મહત્યાનો પ્રયાસ કરી હતી.
આજના તાજા સમાચાર/RTI Activist પિતાની હત્યાનો ન્યાય મેળવવા પુત્રની આત્મહત્યા

પ્રાપ્ત વિગતો અનુસાર રોહિત ઘરની સામે આવેલા ત્રણ માળના ખાનગી નર્સિંગ હોમના ટેરેસ પર ગયો અને પહેલા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને, પછી કેરોસીન છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી. જે બાદ તે છત પરથી કૂદી પડ્યો હતો અને વીજ કરંટના હાઇ ટેન્શન વાયર પર પડ્યો હતો. જેમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સગાસંબંધીઓએ રોહિતને મોતીહારી નગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં મોડી રાત્રે રોહિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પહેલા પતિ અને હવે પુત્રને ન્યાય માટે ગુમાવ્યા બાદ આરટીઆઈ એક્ટિવિસ્ટની RTI Activist પત્નીની હાલત ખરાબ છે.
રોહિતના દાદા વિજય અગ્રવાલને ટાંકી NDTV ના અહેવાલમાં જણાવ્યું છે કે, હત્યારાઓની ધરપકડ ન થવાથી અને એસપી ન મળવાથી નારાજ રોહિતે પગલું ભર્યું છે. 24 સપ્ટેમ્બર 2022ના રોજ હરસિદ્ધિ બ્લોક ઓફિસથી નીકળતી વખતે લગભગ 12 વાગ્યે દિવસના અજવાળામાં, મોટરસાયકલ પર સવાર ગુનેગારો દ્વારા આરટીઆઈ કાર્યકર્તા બિપિન અગ્રવાલની ગોળીબારથી હત્યા કરવામાં આવી હતી. કહેવાય છે કે હત્યા પાછળ ગુંડાઓએ હરસિદ્ધિ માર્કેટમાં કરોડો રૂપિયાની કોમર્શિયલ જમીન પર કબજો જમાવ્યો છે તે મામલો જવાબદાર છે.
સરકારી જમીન પરથી દબંગોનો કબજો હટાવવા માટે સપ્ટેમ્બર 2021માં હરસિદ્ધિ આરટીઆઈ કાર્યકર્તા બિપીન અગ્રવાલની ગોળી વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 24 સપ્ટેમ્બરે બ્લોક ઓફિસમાંથી બહાર નીકળતી વખતે બની હતી. પોલીસે આ ઘટનામાં સામેલ સોપારી કિલર સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. નોંધનીય છે કે આ હત્યામાં દબંગ અને શાસક પક્ષના રાજકારણીઓના નામ હેડલાઇન્સમાં આવ્યા હતા. જેના પર કાર્યવાહી ન થવાના કારણે આરટીઆઈ એક્ટિવિસ્ટના સંબંધીઓએ બે વખત રસ્તો રોકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
અન્ય ગુજરાતી સમાચારો વાંચો
બોલો શૌચાલયના પણ પૈસા ! આ છે રાણીપ બસસ્ટેશનની હાઈટેક સુવિધા !
વાંચો આપનું રાશિ ભવિષ્ય Rashifal 2022 Gujarat
રાશિ ભવિષ્ય 2022 સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી આ 3 રાશિના જાતકોને લાભ થશે તેવું માનવામાં આવે છે