Homeરાષ્ટ્રીયપોલીસ બંદોબસ્ત છતાં કેટલાક સ્થળે મસ્જિદ સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ:...

પોલીસ બંદોબસ્ત છતાં કેટલાક સ્થળે મસ્જિદ સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ: મહારાષ્ટ્ર

-

Latest Mumbai News Gujarati : મુંબઈમાં લાઉડસ્પીકર વિવાદ બંધ થવાનું નામ નથી લેતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં મસ્જિદ સામે લાઉડસ્પીકર Loud Speaker લગાવી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યાના અહેવાલ એન.ડી.ટી.વી. ન્યૂઝ વેબ મારફતે મળે છે. મુંબઈના કાંદીવલીમાં ચારકોપમાં મનસે કાર્યકર્તા દ્વારા અજાન સમયે જ પોતાની ઈમારતની છત પરતી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ત્યારે આ વિવાદની વચ્ચે પોલીસે સી.આર.પી.સીય 149 હેઠળ મનસે પ્રમુખ રાજ ઠાકરે Raj Thackrey ને નોટીસ જાહેર કરી છે. સંગીન અપરાધ રોકવા માટે સી.આર.પી.સી.ની કલમ 149 હેઠળ નોટીસ જાહેર કરવામાં આવે છે. આ પ્રકારના સંગીન અપરાધમ મામલે પોલીસ કોઈ વોરંટ વિના જ ધરપકડ કરી શકે છે.

મહારાષ્ટ્રમાં મનસે નેતા રાજ ઠાકરેના સરકારને અલ્ટીમેટમ બાદ રાજકીય તણાવ સર્જાયો છે. તેમણે સરકારને મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા માટે સરકાર સામે બાંયો ચડાવી છે. ગત રવિવારના રોજ રાજ ઠાકરેએ ઔરંગાબાદ ખાતે વિશાળ સભા પણ સંબોધી હતી. જેમાં તેમના વિરૂધ્ધ ભડકાઉ ભાષણ સહિતના નિયમોના ઉલ્લંઘન બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે આજરોજ મહારાષ્ટ્રમાં સુલેહ શાંતિ ભંગ ન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને કેટલાક લોકોને મુંબઈથી 15 દિવસ માટે બહાર મોકલવા જેવી કાર્યવાહી કરી હતી.

આજરોજ લાઉડસ્પીકરને લઈ સર્જાયેલા વિવાદને કારણે પોલીસે રાજ ઠાકરેના ઘરની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો છે.

Mumbai- પોલીસ બંદોબસ્ત છતાં કેટલાક સ્થળે મસ્જિદ સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ: મહારાષ્ટ્ર

બીજી તરફ વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેંકિંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવાની શરૂ કરી છે. આજરોજ વહેલી સવારે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે દ્વારા વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુંબઈ પોલીસ કમિશનર ખુદ વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેતા નજરે પડ્યા હતા.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...