મોરબી : મોરબીના સીટી મામલતદારની કચેરીના જન સેવા કેન્દ્રમાં માણસો લાઈનમાં ઉભા રહેવા અને ધક્કા ખાવા મજબૂર બન્યા છે. જેનું કારણ જન સેવા કેન્દ્રમાં માત્ર એક જ ઓપરેટરથી ગોકળગાય ગતીએ થતી પ્રક્રિયાઓ છે. વળી કચેરીમાં આવતા અરજદારોના કામ બપોરે બે વાગ્યા સુધી જ કરવામાં આવતું હોય લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અધિકારીએ વધુ એક ઓપરટેર મુકવા કોન્ટ્રાક્ટરની તાકીદ કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલી જૂની એસ.પી. કચેરીમાં હાલ સીટી મામલતદાર કચેરી (Morbi City Mamlatdar Office) કાર્યરત છે. આ કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં હાલના દિવસોમાં લાઈનમાં ઉભેલા લોકોની ભીડ સામાન્ય દ્રશ્યો બની ગયા છે. આ અરજદારોની ભીડની પાછળ એક કરતા વધારે કારણ જવાબદારો હોવાની માહિતી મળી રહી છે. જેમાં અરજદારો કોન્ટ્રાક્ટરની અને ઓપરેટરની ધાંધીયાગીરી, ગોકળગતીએ થતી પ્રક્રિયા અને સવારે 11 થી 2 વાગ્યા દરમિયાન જ કરવામાં આવતું કામ મુખ્ય બાબતો માને છે.

રોજ જન સેવા કેન્દ્ર પર મોટી સંખ્યામાં રેશનકાર્ડના ફેરફાર કરાવવા આવતા હોય છે. દરમિયાન એક જ ઓપરેટર હોય લોકને લાઈનમાં ઉભા રહેવું પડે છે. વળી 2 વાગ્યા બાદ કામ ન થતું હોય લોકોને ધક્કા ખાવા મજબૂર થવું પડે છે. ખરેખર તો કોન્ટ્રાક્ટ પધ્ધતીથી નાગરિકોની સુવિધા વધવી જોઈએ પરંતુ અહિં તો હાલાકી વધી હોય તેવું લોકોનું માનવું છે.
દરરોજ અરજદારો દ્વારા જન સેવા કેન્દ્રની સેવા અંગે બળાપો ઠાલવતા લોકો લાઈનમાં ઉભા રહેતા હોય છે. ત્યારે એક અહેવાલ પરથી માહિતી મળે છે કે નાયબ મામલતદારે કોન્ટ્રાક્ટરને સૂચના આપી વધારે કાબેલીયત ધરાવતા સ્ટાફની નિમણૂક માટે તાકીદ કરી છે. હવે જોવું રહ્યું કે આગળ શું થાય છે.
વધુ ગુજરાતી સમાચાર- પાણીના ભરાવાથી ત્રાહિમામ રોહીદાસપરાના લત્તાવાસીઓની નગરપાલિકાને રજૂઆત: મોરબી