Homeગુજરાતમોરબીરાજકોટમાં દારૂના કેસમાં વોન્ટેડ બુટલેગર મોરબી પોલીસે ઝડપી પાડ્યો

રાજકોટમાં દારૂના કેસમાં વોન્ટેડ બુટલેગર મોરબી પોલીસે ઝડપી પાડ્યો

-

મોરબી : મોરબી પોલીસના સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગતરોજ તારીખ 24ના રોજ રાજકોટના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપી પાડ્યો હતો. મોરબી સીટી એ-ડિવિઝનની ટીમે બાતમી આધારે આરોપી મુસ્તાક ઉર્ફે જેરી ઓસમાણભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના ચોપડે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મુસ્તાક મોરબીની એ-ડિવિઝન પોલીસ સ્ટાફે ધરપકડ કરી હતી. પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા દારૂના ગુનાનો આરોપી મુસ્તાક ઉર્ફે જેરી ઓસમાણ સોલંકી ઉંમર વર્ષ 22 તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે.

એ-ડિવિઝન પોલીસે તાત્કાલીક સ્થળ પર જઈ આરોપી મુસ્તાકને પકડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સોપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો- Video- દ્વારકામાં આખલાનું દંગલ; ભક્તોના ટોળામાં ઘુસી તરખાટ મચાવતા આખલા

Must Read