Homeરાજકારણ3 મે સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા સરકારને ચેતવણી મનસે સુપ્રીમો રાજ...

3 મે સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા સરકારને ચેતવણી મનસે સુપ્રીમો રાજ ઠાકરે

-

Today’s Latest Gujarati News : દેશમાં વિવિધ રાજ્યોમાં શરૂ થયેલો મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મામલે રાજકારણ ગરમ થઈ રહ્યું છે. નેતાઓ ધર્મના નામે જશ ખાટવા પડાપડી કરી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે ફરી એક વખત આ મામલે મોટું નિવેદન આપી રાજકારણ કરતા જોવા મળ્યા છે. મનસે સુપ્રીમો રાજ ઠાકરે એ આજ રોજ સરકારને ચેતવણીના શુરમાં કહ્યું કે, જો 3 મે સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં હટાવાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. સાથે જ તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર ધાર્મિક નહીં પણ સમાજિક મુદ્દો છે.

મનસે સુપ્રીમો એ કહ્યું કે દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર પરથી અઝાન થાય તો દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસાનું પઠન કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં અશાંત વાતાવરણ ખડુ થાય તેવું નથી ઈચ્છતા કે તેવું કરવામાં રસ પણ નથી. Latest News: મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા રાજ ઠાકરેની સરકારને ચેતવણી

રાજ ઠાકરે એ એવું પણ કહ્યું કે કોઈ ધમકી આપે તો મનસે એ હાથ બાંધી નથી રાખ્યા. કેટલાક લોકો પથ્થરમારો કરે છે તો હવે તેમને પણ જડબાતોડ જવાબ મળશે. જો તેઓ શસ્ત્રો સાથે હોય તો આપણે પણ તેવું જ કરીશું.

મહારાષ્ટ્રના નાસિક ખાતેના મનસેના પ્રમુખે દેશના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવાવ માંગણી કરી હતી. જેમાં તેમણે સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરી આ કાર્યવાહીની માંગણી કરી છે.

Viral Videos on Social Media:

દેશી જુગાડ કરી આખો પરિવાર સાથે ફરી શકે તેવી સ્કુટર બનાવ્યું

વીડિયો: આવી રીતે બસમાં ચડતા લોકોને ભીડ ન નડે

Must Read