જામનગર : જામનગર શહેરમાંથી સીટી-એ ડીવીઝન પોલીસે એક શખ્સને ચોરીના વાહન સાથે પકડી મોટરસાયકલ કબ્જે કરી કાર્યવાહી કરી છે. પોલીસને માહિતી મળી હતી કે શહેરના દિપક ટોકિઝ વિસ્તારમાં એક શખ્સ ચોરીના મોટરસાયકલ સાથે ફરી રહ્યો છે જેના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.
જામનગર Jamnagar ના સી-ડીવીઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે શહેરના સુભાષ માર્કેટથી દિપક ટોકિઝ વિસ્તારમાં એક શખ્સ ચોરીના વાહન સાથે ફરી રહ્યો છે. આ મામલે પોલીસ સ્ટાફે તપાસ કરતા ચોરી કરેલા જ્યુપીટર મોટરસાયકલ સાથે આરોપી અસગરઅલી મહમદ ઝખરાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી જીજે 10 ડીકે 9636 (GJ 10 DK 9636) કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
વધુ વાંચો- ડ્રગ કેસના આરોપીના ઘરનું લાઈટ બીલ જોઈ SP પ્રેમસુખ ડેલુએ એવું કર્યું કે આવી લાખોની પેન્લટી: જામનગર
વધુ વાંચો- 24 કલાક વીજળીના દાવા વચ્ચે જામનગરના કારખાનેદારોની મંત્રી રાઘવજી પટેલને વીજ ધાંધીયાની કરી રજૂઆત