Homeગુજરાતવડોદરામાં બાઈક અકસ્માતની ઘટના હિંસાત્મક જુથ અથડામણ સુધી પહોંચી

વડોદરામાં બાઈક અકસ્માતની ઘટના હિંસાત્મક જુથ અથડામણ સુધી પહોંચી

-

Latest News Gujarati Today : રાજકારણના પાપે ઘર કરી ગયેલી હિંસા હવે નાની વાતોમાં પણ થવા લાગી છે. ગતરાત્રીના વડોદરા Vadodara માં મોડી રાત્રે 2 મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો મામલો એવો બીચક્યો કે બે જૂથ આમને-સામને આવી ગયા અને કોમી છમકલું થઈ ગયું હતું. આ હિંસાત્મક છમકલમાં પથ્થરમારો થતા કેટલાક લોકો ઘાયલ થયા છે. છેલ્લા અઠવાડીયામાં રાજ્યમાં આ પ્રકારની ત્રીજી હિંસક ઘટના નોંધાઈ છે.

ગતરોજ રાત્રીના સમયે વડોદરાના રાવપુર ટાવર પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે ઉગ્ર બોલાચાલી બાદ મોટી સંખ્યામાં ટોળા એકત્રીત થયા હતા. દરમિયાન અમદાવાદી પોળ નજીક આવેલ સરદાર ભુવનના ખંચા પાસે બે જૂથો વચ્ચે બટાઝટી બોલી અને પથ્થરમારો પણ થયો હતો.

Latest Gujarati News: વડોદરામાં બાઈક અકસ્માતની ઘટના હિંસાત્મક જુથ અથડામણ સુધી પહોંચી

જેના કારણે 8 જેટલા લોકો ઘાયલ થયા હતા. ટોળાએ કરેલા પથ્થરમારાને કારણે વગર વાંકે મંદિરને પણ નુકશાન પહોંચ્યું હતું. અને સાંઈબાબની મૂર્તિ ખંડિત થઈ હતી. બાદમાં સ્થાનિકોમાં આ ઘટનાને કારણે રોષ જોવા મળ્યો.

કેટલાક સ્થાનિકોના મતે પથ્થરબાજી કરનાર લોકો તેમના વિસ્તારના ન હતા. એ કોણ અને ક્યાંના હતા તે પોલીસનો વિષય છે પણ પોલીસે દાખલેવી સક્રિયતાને કારણે મોટી ઘટના ટળી હતી. પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી રાવપુરા અને ધીકાટા વિસ્તારમાં સુરક્ષાનો વધારો કરી દિધો છે. સમગ્ર વિસ્તાર પોલીસ બંદોબસ્ત હેઠળ છે જ્યારે ઘાયલો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...