Homeરાષ્ટ્રીયગૌ તસ્કરીના આરોપીની કરોડોની સંપત્તિ જપ્ત, માફિયાઓ પર યોગી સરકાની તવાઈ: UP

ગૌ તસ્કરીના આરોપીની કરોડોની સંપત્તિ જપ્ત, માફિયાઓ પર યોગી સરકાની તવાઈ: UP

-

દેશ વિદેશના સમાચાર લખનૌ : ઉત્તર પ્રદેશ/ ગૌ તસ્કરીના આરોપીની કરોડોની સંપત્તિ જપ્ત: યોગી સરકાની તવાઈ : ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવી ફરી યોગી આદિત્યનાથ ઉર્ફ અજય બિસ્ટ મુખ્યમંત્રી બન્યા છે. યોગી Yogi Adityanath ના ફરીથી સત્તા પર આવતા જ ગુનેગારો પર તવાઈ શરૂ કરી દેવાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી માફિયા અને હિસ્ટ્રીશીટર ગુનેગારો પર સખ્ત કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સંગમ શહેર પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના મેન્ડેટ પર ચૂંટણી લડી જેલમાં બેઠા બ્લોક ચીફની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર મુઝફ્ફર પણ સામેલ છે. મુઝફ્ફર પર ગૌ તસ્કરી સહિતના આરોપો છે, પોલીસે કાર્યવાહી કરી તેની કરોડોની સંપત્તિ જપ્તીની કાર્યવાહી કર્યાના અહેવાલ છે.

એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર પ્રયાગરાજના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ‘આરોપી મુઝફ્ફર પુરામુફ્તી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલો હિસ્ટ્રીશીટર છે. તેના પર વિવિધ પોલીસ સ્ટેશનમાં ગાયની તસ્કરીને લઈ ગંભીર આરોપો સાથેના કેસ છે. સાથે જ તેના પર ગૌ હત્યા જેવા ગુના આચરી કરોડોનું કાળું નાણુ એકત્ર કર્યાનો આરોપ છે. સરકારના આદેશ મુજબ ગેંગસ્ટર એક્ટ કાયદા હેઠળ કેસ નોંધી કલમ 14 (1) અંતર્ગત 05 ગેરકાયદેસર રીતે હાંસલ કરેલી મિલકત પર કાર્યવાહી કરી છે.’

સાથે જ મુઝફ્ફરની અન્ય સંપત્તિ અને તેને આશ્રય આપનાર વિશે તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે. જેમાં માફિયા કે ગુનેગારોને આશ્રય આપનારા કે સબંધ ધરાવતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, આરોપી મુઝફ્ફર સહિત 11 સામે ગત 7 જુલાઈના રોજ એક કેસ નોંધવામાં આવ્યો હતો. જેના બાદથી તે નૈની જેલમાં કેદ છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર પોલીસે કાર્યવાહી કરતી વખતે તેના પાંચ પ્લોટ પણ જપ્ત કર્યા છે કે જેમાંથી ચાર પ્લોટમાં મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Click here for Latest Gujarati News:

હિંમતનગર, ખંભાત મામલે ઔવેસીએ આવું કહ્યું, વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ

અમદાવાદમાં વધુ એક સ્થળે MD ડ્રગ્સ ઝડપાયું, આરોપી પાસેથી આ પ્રેસ કાર્ડ પણ મળ્યું

દેવધર રોપવે અકસ્માત સમયની ભયાનક સ્થિતીનો કેમેરામાં વીડિયો સ્વરૂપે કેદ: ઝારખંડ

Must Read