Latest Gujarati News નવી દિલ્હી : રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ [National Herald] મામલે ED દ્વારા પુછપરછ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ED ના ત્રણ અધિકારી રાહુલ ગાંધીની પુછપરછ કરી રહ્યાં છે. બીજી તરફ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ આ મામલે રાજકીય કિન્નાખોરીને જવાબદાર ઠેરવી પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલયથી EDની ઓફિસ જવા માટે પગપાળા નિકળ્યા હતા. પગપાળા જઈ રહેલા રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓને એક કિલોમીટર પહેલા જ પોલીસે રોકી લીધા હતા. પરંતુ કોંગ્રેસી નેતાઓ સ્થળ પર જ ધરણા પર બેસી જતા પોલીસે અટક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કોંગ્રેસ Congress નેતા રાહુલ ગાંધીને EDની તપાસ માટે બોલાવવાને રાજકીય કાવાદાવા જણાવી કોંગ્રેસના નેતાઓ ભાજપ પર પ્રહાર કરી રહ્યાં છે. જેમાં અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ માર્ચથી સરકારને શું વાંધો છે ? તેવો વેધક સવાલ કર્યો હતો.
કાર્યકરોની વિશાળ રેલી સાથે ED ઓફિસ પહોંચ્યા રાહુલ ગાંધી Latest Gujarati News Today
ત્યારે ભૂપેશ બઘેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, તમે શરીરને નષ્ટ કરી શકો પણ વિચારોને કેદન નથ કરી શકતા. પ્રમોદ તિવારી એ પણ સરકાર પર પ્રહાર કર્યો કે, રાહુલ ગાંધી પર ખોટો કેસ લગાવવામાં આવ્યો ચે. જ્યારે દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રી મોદી પર આક્ષેપ કર્યો હતો કે, મોદી જ્યારે ડરે છે ત્યારે EDને આગળ કરે છે. કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલટે પણ કેન્દ્ર સરકરા ખોટી રીતે એજન્સીઓનો ઉપયોગ કરે છે તેવું નિવેદન આપ્યું હતું.
આ મામલે મહારાષ્ટ્રનું શિવસેના પણ રાહુલની પડખે હોય તેમ જણાય છે. શિવસેના સંજય રાઉતે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વિરૂધ્ધ કાર્યવાહી ગેરકાયદેસર છે. સાથે જ રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જે પણ ભાજપની સામે બોલે તેના પર કાર્યવાહી થાય છે.
રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ પણ રાહુલ ગાંધી પર કાર્યવાહી મામલે પ્રતિક્રિયા આપી છે કે, તમામ આરોપો પાયાવિહોણા છે જેમાં રાહુલ ગાંધી બચી જશે અને સત્યની જીત થશે.
ત્યારે કોંગ્રસના દિગ્ગજ નેત પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું છે કે, મને સૌથી વધારે EDની નોટીસ મળી છે, હું કોંગ્રેસનો આ મામલાનો વિશેષજ્ઞ છું.
અહેવાલો પરથી માહિતી મળે છે કે, રાહુલ ગાંધીની પુછપરછ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં. અને ઈડીની કચેરીમાં રાહુલ ગાંધી સિવાય તેમના કોઈ સાથી નેતાને પણ પ્રવેશ મળશે નહીં. તેમજ ઈડી દ્વારા રાહુલને પુછવા માટે સવાલોનું લાંબુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. લગભગ બે ડઝન જેટલા સવાલો સાથે અધિકારી રાહુલની પુછપરછ કરી શકે છે. આ તમામ સવાલ યંગ ઈન્ડિયા કંપની અને નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા હશે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી યંગ ઈન્ડિયા કંપનીમાં તેમની માતા સોનિયા ગાંધીની સાથે 38-38%નો હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો કોંગ્રેસનેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસની પાસે છે. આ બંને નેતાનાં મૃત્યુ થયાં છે. 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ વિરુદ્ધ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. જેમાં સુબ્રમણ્યમ સ્વામીએ ગાંધી પરિવાર પર 55 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જોકે આ કેસમાં EDની એન્ટ્રી વર્ષ 2015માં થઈ હતી.