Homeગુજરાતસાક્ષાત ગૃહ રાજ્યમંત્રીએ ઉમેદવારોની બાધા છોડાવી LRD મામલે નિર્ણય કર્યો: ગાંધીનગર

સાક્ષાત ગૃહ રાજ્યમંત્રીએ ઉમેદવારોની બાધા છોડાવી LRD મામલે નિર્ણય કર્યો: ગાંધીનગર

-

ગાંધીનગર Gandhinagar : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારે વિવિધ આંદોલનકારીઓના મનામણા શરૂ કરી દિધા છે. તાજેતરમાં જ પોલીસના ગ્રેડ પે મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આંદોલનકારી નિલમની મુલાકાત કરી હતી, તેના અગાઉ પાટીદારો પર કેસ પરત ખેંચવાની શરૂઆત કરી હતી અને હવે ખુબ વિવાદિત LRD ઉમેદવારોની માગણી મામલે રાજ્ય સરકારે માગણી સ્વીકારી છે.

આજરોજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં તેણે એલ.આર.ડી.ના આંદોલનની મુખ્ય માગણીને લેઈ બેઠક કરી હતી. આ બેઠકમાં ઉમેદવારો સાથે કરી હતી અને બાદમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટની માગણી સરકારે સ્વિકારી રહી છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Latest Gujarati News Today: હર્ષ સંઘવીએ ઉમેદવારોની બાધા છોડાવી LRD મામલે નિર્ણય કર્યો: ગાંધીનગર

બે દિવસમાં પરિપત્ર

હર્ષ સંઘવીએ ઉમેદવારોના મોં મીઠા કરાવી તેમના (ઉમેદવાર અને સરકાર) પ્રશ્નના નિરાકરણ તરફ ડગ માંડ્યું હતું. સાથે જ એક બે દિવસમાં આ નિર્ણયનો સત્તાવાર પરિપત્ર જાહેર કરી દેવાની પણ તેમણે વાત કરી છે.

સાક્ષાત ગૃહમંત્રીએ સાંભળી નિર્ણય કરતા કેટલાક ઉમેદવાર તો ભાવુક થઈ ગયા

ટૂંકમાં રાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહિનાઓથી ચાલતા આ આંદોલન મામલે સરકારે મોટો નિર્ણય કર્યો છે તેમ કહી શકાય. ઉમેદવારોએ પણ આ અંગે કહ્યું કે સરકારે અમારી માગણીને વાચા આપી છે. સરકારનો આ નિર્ણય થઈ લગભગ અહીં હાજર મોટાભાગના ઉમેદવારોમાં ખુશીનો માહોલ જવો મળ્યો હતો. ઘણા ઉમેદવારો તો સાક્ષાત ગૃહ રાજ્યમંત્રી એ સાંભળ્યા અને નિર્ણય કરતા ભાવુક પણ થઈ ગયા હતા.

બાધા છોડાવતા ગૃહમંત્રી…

આ મામલે ગૃહ રાજ્યમંત્રી સંઘવી એ કહ્યં કે, આ આંદોલનની માગણીઓ સ્વિકાર થાય તે માટે કેટલાકે તો બાધા રાખી હતી. માટે આજે તેમને હું ચા પીવડાવી પારણા કરાવું છું, અને આમ તેમણે ઉમેદવારોને ચા પીવડાવી હતી.

વેઈટિંગ વધારો, રોજગારીની સુવર્ણ તક…

તેમણે કહ્યું કે, વર્ષ 2020માં અંતિમ પરિણામ જાહેર થયું પણ વેઈટિંગ લિસ્ટ બનાવાયું ન હતું. ઉમેદવારોની લાગણી અને માગણીને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશિલ સરકારે વેઈટિંગ લિસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ નાગરિકોના હિતમાં નિર્ણય કરાયો છે. આ નિર્ણયને પગલે પોલીસના બળમાં વધારો થશે. રોજગારીની પણ સુવર્ણ તક મળશે. 12,118 જગ્યાઓ પર ભરતી કરાઈ હતી. 20 ટકાની વેઈટિંગ લિસ્ટની યાદી અપ્રુવ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. વેઈટિંગને દસ ટકાથી વધારી વીસ ટકા કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ નિર્ણય પોલીસ બેડામાં વધારે પોલીસ જવાનો મળશે અમે સહુ ઉમેદવારોને મેં અભિનંદન આપ્યા છે. કુલ ભરતી પ્રમાણે જીઆર તૈયાર કરવામાં આવશે જેમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ આપવામાં આવશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...