Homeરાષ્ટ્રીયઅહિં 10 રૂપિયાના નકલી સિક્કા બનાવતું કારખાનું ઝડપાયું, પોલીસે બોગસ સિક્કા ઉપરાંત...

અહિં 10 રૂપિયાના નકલી સિક્કા બનાવતું કારખાનું ઝડપાયું, પોલીસે બોગસ સિક્કા ઉપરાંત મશીન ઝડપ્યા

-

Today’s Latest Gujarati News: રાજ્યમાં કેટલાક સ્થળો પર 10 રૂપિયાના સિક્કા સ્વિકારવા મામલે વિવાદ થતા રહે છે. તાજેતરમાં જ પાટણમાં નાયબ કલેકટરે જાહેરનામું બહાર પાડી રૂપિયા 10ના સ્વિકારવા પડે અને સ્વિકાર નહીં કરતા વેપારી સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 10 રૂપિયાના નકલી સિક્કા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ નકલી સિક્કા બનાવતા કારખાનામાંથી પોલીસે રૂપિયા 10 લાખથી વધુની કિંમતના 10 રૂપિયાના 1 લાખ કરતા વધારે સિક્કા મળ્યા હોવાના પણ અહેવાલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નકલી સિક્કાના કારખાનાના કેસના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડી.સી.પી. રાજીવ રંજને મીડિયાને જણાવ્યા પ્રમાણે ગત 22 એપ્રિલના રોજ બાતમીના પગલે દિલ્હીના મુંડકા વિસ્તારમાં દરોડા બાદ નકલી સિક્કા બનાવતી ગેંગના મુખ્યસુત્રધાર નરેશ કુમારને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 10-10 રૂપિયાના 10112 નકલી ચલણના સિક્કા મળી આવ્યા હતા.

Latest Gujarati News દિલ્હી પોલીસે 10 રૂપિયાના નકલી સિક્કા બનાવતું કારખાનું ઝડપ્યું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેશ કુમાર સામે ગુનો નોંધી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણે કેફિયત આપી હતી કે, હરિયાણાના દાદરીના ઇમલોટા ગામમાં તેની નકલી સિક્કો બનાવવાની ફેક્ટરી છે. પોલીસે જ્યારે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા તો જાણવા મળ્યું કે અહીં 4 મશીનોમાંથી નકલી સિક્કા બનાવવામાં આવી રહ્યાં છે. ઉપરાંત તે ફેક્ટરીમાંથી દરોડા દરમિયાન સિક્કા ભરેલા 20 પેકેટ મળી આવ્યા હતા. જે પ્રત્યેક પેકેટમાં 4000 નકલી 10 રૂપિયાના સિક્કા હતા. આ ઉપરાંત પણ પોલીસને હાથ 11500 સિક્કા લાગ્યા હતા. આમ કુલ 10,16,120 રૂપિયાના 101612 નકલી સિક્કા મળી આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી દ્વારા નકલી સિક્કા બનાવવામાં ઉપયોગમાં લેવાતા ચાર મશીનો પણ મળી આવ્યા છે. 70 કિલો વજનના નકલી સિક્કા મળી આવ્યા છે, જે સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યા ન હતા. 500 કિલોથી વધુ સિક્કા બનાવવાની સામગ્રી મળી આવી છે. પોલીસે આરોપી નરેશ કુમાર સહિત સંતોષકુમાર મંડલ અને કારખાનામાં કામ કરતા ત્રણ મજૂર ધર્મેન્દ્રકુમાર શર્મા, ધર્મેન્દ્ર મહાતો અને શ્રવણકુમાર શર્માની ધરપકડ કરી છે.

Must Read