Homeગુજરાતગુજરાત ATS નું મોટું ઓપરેશન, 54 હથિયાર 22 આરોપીને ઝડપી પાડ્યા

ગુજરાત ATS નું મોટું ઓપરેશન, 54 હથિયાર 22 આરોપીને ઝડપી પાડ્યા

-

Latest Gujarati News : ગુજરાતમાં ATS સતત ઓપરેશન ચલાવી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને ડામી રહ્યું છે. એ.ટી.એસ. દ્વારા ગુજરાતમાં આવતા હથિયારના કારોબાર ઝડપી પાડ્યો છે. ATSએ 54 જેટલા હથિયાર અને 22 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી કરી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી ગુજરાત બહારના રાજ્યથી હથિયાર લાવતા હતા તવી માહિતી મળી હતી. આ મામલે ATS દ્વારા ઊઁડી તપાસ આદરવામાં આવી છે. હથિયારના ગેરકાયદેસર ધંધામાં પોલીસ હજૂ વધારે ઓરોપી પકડે તો નવાઈ નથી.

ગેરકાયદેસર હથિયારના રેકેટનો પર્દાફાશ કરતા ગુજરાત ATS એ મોટું ઓપરેશન ચલાવ્યું છે. ગુપ્ત ઓપરેશન ચલાવી હથિરા તસ્કરી કરવા સબબ 22 આરોપીને ઝડપી લીધા છે. હાલમાં 54 જેટલા હથિયારો મળી આવ્યા હોવાની માહિતી મળે છે. રાજ્ય બહારથી ગેરકાયદેસર હથિયારો લાવવાના કાંડનો પર્દાફાશ થયો છે.

માહિતી મળે છે કે, ઝડપાયેલા આરોપીઓમાં મોટાભાગના શખ્સો સૌરાષ્ટ્રના હોવાનું પણ ખૂલ્યું છે. મોટી માત્રામાં હથિયારો કેવી રીતે અને શા માટે લાવવામાં આવતા હતા તે મામલે તપાસ ચાલી રહી છે. તે સહિતની દિશામાં પૂછપરછનો ધમધમાટ ચાલી રહ્યો છે. નકસલ પ્રભાવિત વિસ્તારથી હથિયાર આવ્યા છે કે કેમ ? તે અંગે પણ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

ગુજરાત ATS નું મોટું ઓપરેશન 54 હથિયાર 22 આરોપીને ઝડપી પાડ્યા latest Gujarati News

ગુજરાત એ.ટી.એસ. સક્રીય રીતે નોંધપાત્ર કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ મોટા ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યા હતા. ડ્રગ મામલે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર ખાતેથી 210 કિ.ગ્રા. હેરોઈનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ 2 આરોપીની ધરપકડ પણ કરી હતી. અગાઉ ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયેલા ડ્રગ્સનું ઉત્તરપ્રદેશ કનેક્શન ખુલ્યુ હતું.

Must Read