Homeરાષ્ટ્રીયRSS ના વડાએ કહ્યું ક્યારે બનશે અખંડ ભારત, જે રસ્તામાં આવશે તે...

RSS ના વડાએ કહ્યું ક્યારે બનશે અખંડ ભારત, જે રસ્તામાં આવશે તે જશે: હરિદ્વાર

-

Latest Gujarati News Today : અખંડ ભારત અને હિન્દૂ રાષ્ટ્ર બંને એજન્ડા દેશના રાજકારણમાં વર્ષોથી ચાલી રહ્યાં છે. ત્યારે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના સર સંઘચલાક મોહન ભાગવતએ હરિદ્વારમાં આ મામલે ફરી નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ‘સનાતન ધર્મ જ હિન્દૂ રાષ્ટ્ર છે. 15 વર્ષમાં જ ફરીથી અખંડ ભારત બનશે આ બધુ પોતાની આંખોથી જોઈશું, ભારત સતત પ્રગતિ પથ પર આગળ વધી રહ્યું છે, જે પણ તેના રસ્તામાં અવરોધ બનશે તે ખતમ થઈ જશે’.

સર સંઘચાલક મોહન ભાગવત ગઈકાલે બુધવારના રોજ શ્રી ગુરુત્રય મંદિરની મૂર્તિનું ઉદ્ઘાટન કરવા માટે કનખલના સન્યાસ રોડ પર આવેલા શ્રીકૃષ્ણ નિવાસ અને પૂર્ણાનંદ આશ્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેણે કહ્યું કે, ‘જ્યોતિષીઓ અને સંતોના મત મુજબ 20 થી 25 વર્ષમાં ફરીથી અખંડ ભારત બનશે. પણ જો આપણે સૌ મળીને કાર્ય કરીએ તો ઝડપથી 10-15 વર્ષમાં અખંડ ભારતનું નિર્માણ થઈ જશે.’

Akhand Bharat/ RSS ના વડાએ કહ્યું ક્યારે બનશે અખંડ ભારત : હરિદ્વાર

ભારત સતત પ્રગતિના પંથે છે અને જે કોઈ વચ્ચે આવશે તો તે ખતમ થઈ જશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, અમે અહિંસાની જ વાત કરીશું પણ હાથમાં દંડો લઈને કરીશું. અમારા મનમાં કોઈ પ્રકારનો દ્વેષ નથી પણ વિશ્વ શક્તિને જ માન આપે તો અમે શું કરીએ ?

વિરોધીઓ મામલે પણ ભાગવતે કહ્યું કે, જે લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે તે પણ તેમાં સહયોગી છે. જો તેણે વિરોધ જ ન કર્યો હોત તો હિન્દૂઓ જાગ્યા ન હોત. ધર્મ ઉત્થાન અને રાષ્ટ્રવાદ મામલે તેમણે કહ્યું કે, રાષ્ટ્ર છે ત્યાં સુધી ધર્મ છે અને ધર્મનું ઉત્થાન કરવા પ્રયત્નો થશે તો રાષ્ટ્રનો ઉદય થશે. સાથે જ તેમણે સનામત ધર્મ મામલે કહ્યું કે, સનાતન ધર્મને નષ્ટ કરવા હજારો વર્ષ સુધી પ્રયાસો થયા છે પણ આપણે અને સનાતન ધર્મ હજુ પણ ત્યાં જ છીએ. ભારતમાં દુષ્ટ પ્રવત્તિઓનો અંત જ થાય છે, આવી પ્રવૃત્તિ ભારતમાં આવી ઠીક થઈ જાય અથવા તો ગાયબ થઈ જાય છે.

Read More:

ભગવાન શ્રી કૃષ્ણના આ સૂત્રો દરેક વ્યક્તિને ભવિષ્યમાં આપી શકે છે પ્રગતિ

ભારત સિવાય 5 દેશોમાં પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ‘જન્માષ્ટમી’

મોદીજી આજના યુગના કૃષ્ણ ભગવાન, 16 કળાઓ તેમનામાં પણ છે: સંસદમાં BJPના મહિલા સદસ્ય

જૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

Must Read