28 C
Ahmedabad

રાજકોટના ચીફ ફાયર ઓફિસરે ઈન્કમટેક્સ ઓફિસની મુલાકાત લઈ ફાયર સેફ્ટીના સાધનોનું માર્ગદર્શન આપ્યું

Published:

Latest Gujarati News રાજકોટ : ફાયર સેફ્ટી મામલે રાજકોટ સ્થિત ઈન્કમટેક્સ ઓફિસ દ્વારા મહાનગરપાલિકા RMCની ફાયરબ્રિગેડની ટીમનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજકોટ ફાયરબ્રિગેડ (Fire Brigade)ની ટીમ દ્વારા ઈન્કમ ટેક્સ ઓફિસની મુલાકાત કરવામાં આવી હતી. દરમિયાન ચીફ ફાયર ઓફિસરે મીડિયાને નિવેદન આપ્યું હતું કે, ફાયર NOCની નોટીસ આપ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવે તો વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે.

આજરોજ તારીખ 17 જૂનના રોજ ઈન્કમટેક્સ ઓફિસ (Income Tax Office Rajkot)ની જૂની ઈમારતમાં ફાયર સેફ્ટીના સાધનો માટે ચીફ ફાયર ઓફિસરે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ ખુબ જૂનું  અને જૂના બિલ્ડીંગમાં ખાસ ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ. માટે ઈન્કટેક્સ વિભાગને નવા સાધનો ફિટ કરવા માટે માર્ગદર્શન માગવામાં આવ્યું હતું માટે અમે આવ્યા હતા.

સાથે જ તેમણે હોસ્પિટલ અને શાળાઓમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત હોવા જોઈએ. ફાયરના સાધનો ન હોય તેવી કોઈ હોસ્પિટલ કે શાળાની માહિતી નથી પરંતુ જો માહિતી મળશે તો ચેકિંગ કરીશું. સાથે જ સાધનો નહીં હોય તો અમે નોટિસ ફટકારી કાર્યવાહી કરીશું. જો નોટિસ બાદ પગલા નહીં લેવાય તો અમે વીજળીના કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરીશું.

Related articles

Recent articles