Latest Gujarati News ચંદીગઠ : કોંગ્રેસ નેતા અને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા Sidhu Moose Walaની આજે પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જીવલેણ ફાયરિંગમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. અત્રે નોંધનીય છે કે પંજાબ સરકારે મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા પરત ખેંચ્યાના એક દિવસ બાદ જ હત્યાની આ ઘટના બની છે.
પંજાબી ગાયક [Punjabi Singer] અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૂસેવાલા કોંગ્રેસની ટિકિટ પર માણસાથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. તેઓને આમ આદમી પાર્ટીના ડો.વિજય સિંગલાએ હરાવ્યા હતા. મૂસેવાલા ગત વર્ષે નવેમ્બર મહિનામાં કોંગ્રેસમાં જોડાયા હતા.
પંજાબી ગાયક Sidhu Moose walaની હત્યા એક દિવસ પહેલા સુરક્ષા પરત ખેંચી હતી AAP સરકારે –

પંજાબની આમ આદમી પાર્ટીના ભગવંત માનની સરકારે ગઈકાલે એટલે કે શનિવારે જ 424 વીઆઈપીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેમાં ઘણા નિવૃત્ત અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ પહેલા એપ્રિલમાં પણ પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને નેતાઓ સહિત 184 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો.