37 C
Ahmedabad

મોંઘવારીએ માઝા મુકી ! રિટેલ ફૂગાવ દર રકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યો

Published:

Latest Gujarati News : મોંઘવારીએ માઝા મુકી ! રિટેલ ફૂગાવ દર રકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યો. સતત વધતી જતી મોંઘવારીનો માર સહન કરતી દેશની જનતાને ફરી એક ઝટકો લાગ્યો છે. અપ્રિલ માસમાં છૂટક મોંઘવારીનો દર વધીને 8 વર્ષની ટોચ સુધી પહોંચી ગયો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ Price Index આધારીત રિટેલ મોંઘવારી દર એપ્રિલ માસમાં વધીને 7.79 ટકા સુધી પહોંચ્યો છે. સાથે જ ઈંધણ Fuel Price અને ખાણી-પીણીની વસ્તુઓ મોંઘી થતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે.

ગ્રાહક મૂલ્ય આધારિત મોંઘવારી Price Hike ની વાત કરીએ તો તે આંકડો પણ સતત ચોથા મહિને પણ આરબીઆઈની ધારણા કરતા ઉપર રહ્યો છે. કેન્દ્ર સરકારે આરબીઆઈને છૂટક મોંઘવીરનો દર 2 થી 6 ટકા વચ્ચે રાખવા જણાવ્યું છે. જે અગાઉ માર્ચ મહિનામાં 6.95 ટકા સુધી જોવા મળ્યો હતો.

વર્ષ 2014 બાદ છૂટક મોંઘવારી દરનું સૌથી ઊંચુ લેવલ જોવા મળ્યું છે. વર્ષ 2014 ના મે મહિનામાં મોંઘવારીનો દર 8.33 ટકા સુધી પહોંચી ગયો હતો. આરબીઆઈ બેંક દ્વારા મોંઘવારી કાબુમાં રાખવા માટે મુખ્ય વ્યાજ દરમાં વધારો કરી શકે છે. જો તેવું થાય તો આગામી દિવસોમાં લોન વધુ મોંઘી થઈ શકે છે.

વધુ વાંચો- પાણીનું કૌભાંડ ઝડપાયું ! અમદાવાદમાં આ રીતે પાણીનો વેપાર કરતો શખ્શ પોલીસે ઝડપી પાડ્યો

વધુ વાંચો- રખડતા ઢોરને કારણે વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો સમય આવ્યો, જૂઓ વિડીયો: વડોદરા

Related articles

Recent articles