Homeગુજરાતગીર, બરડા અને આલેચ જંગલના નેસના રહેવાસીઓને પુરાવા રજૂ કરવા અગત્યની સુચના

ગીર, બરડા અને આલેચ જંગલના નેસના રહેવાસીઓને પુરાવા રજૂ કરવા અગત્યની સુચના

-

Latest Gujarati News Today : આજરોજ તારીખ 21 એપ્રિલના રોજ ગીર, બરડા અને આલેચની કમિટિ દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ગીર Gir, બરડા Barda અને આલેચના Aalech વિસ્તારમાં નેસના રહેવાસીઓના વારસદારો નક્કી કરવા માટે કમિટિની રચના કરવામાં આવી છે. અરજદારોને જસ્ટીસ ડી.જી.કારીયા કમિટિ તરફથી સુનાવણી માટેની 02 નોટીસ મળેલ છે, તેમ છતાં હાજર રહેલ નથી તેમજ પુરાવા રજુ કરેલ નથી. જેના અનુસંધાને અખબારી યાદી જાહેર કરી તમામ અરજદારોને તા.૩૦-૦૪-૨૦૨૨ સુધીમાં પોતાના પુરાવા રજૂ કરવા જણાવાયું છે.

અખબારી યાદીમાં જણાવાયું છે કે, ગીરના જંગલોના નેસ વિસ્તાર તથા વસાહતમાં વસતા રબારી Rabari, ભરવાડ Bharwad, ચારણ Charan જાતિના કુટુંબોને જણાવવામાં આવે છે કે, જસ્ટીસ ડી.જી.કારીયા કમિટિ Justice D. G. Kariya Committee તરફથી જેઓને સુનાવણી માટેની 02 નોટીસ મળેલ છે, તેમ છતાં હાજર રહેલ નથી, તેમજ પુરાવા રજુ કરેલ નથી. જો તેઓ પુરાવા રજુ કરવા માંગતા હોય તો તા.૨૯-૧૦-૧૯૫૬ની સ્થિતિના આધાર પુરાવા સાથે મામલતદાર, જસ્ટીસ ડી.જી.કારીયા કમિટિ બીજો માળ, જુનાગઢ કલેક્ટર કચેરીએ કામકાજના ચાલુ દિવસો અને સમય દરમિયાન તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી રજૂ કરી શકશે.

ગીર – બરડા અને આલેચ જંગલના નેસના રહેવાસીઓને પુરાવા રજૂ કરવા અગત્યની સુચના Latest News

અત્રે ઉલ્લેખનીય છેકે ગીર, બરડા, આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ, ચારણ જાતિના તા.૨૯-૧૦-૧૯૫૬ની સ્થિતિએ વસવાટ કરતા કુટુંબો અને તેમના વારસદારો નક્કી કરવા બાબતની કમિટિની રચના ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજના અધ્યક્ષસ્થાને થઇ છે. હાલમાં કમિટિની સુનાવણીની કામગીરી જંગલોના નેસ વિસ્તારમાં ચાલે છે.
જેમાં જંગલોના નેસ વિસ્તારના અરજદારોને 02 નોટીસની બજવણી થવા છતાં સુનાવણીમાં હાજર રહેલ નથી. તેમજ પુરાવા રજુ કરેલ નથી. અરજદારોને પુરાવા રજુ કરવા માટેની એક તક મળી રહે તે જરૂરી છે. તેમ સી.આર.સીંગડા સભ્ય સચિવ ગીર,બરડા આલેચની કમિટી,અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

Must Read