Latest Gujarati News રાયગઢ : મહારાષ્ટ્રની એક ભયાનક ઘટના સામે આવી છે જેમાં એક માતાએ પોતાના 6 સંતાનોને એક બાદ એક કૂવામાં ફેંકી દીધાં હતા. મહિલાએ તેના બાળકોને કૂવામાં ફેંક્યા અને બહાર બેસી બાળકોને મરતા જોતી રહી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તમામ બાળકો મોતને ભેટ્યાં છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે મીડિયાને જણાવ્યા મુજબ, પારિવારિક વિવાદના કારણે મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના બોરવાડી ગામની આ ઘટના છે. જેમાં એક માતાએ પોતાના 6 બાળકોને કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા છે. અહેવાલો મુજબ સોમવારે મહિલાના સસરાએ તેને માર માર્યો હતો જેના કારણે મહિલા રોષે ભરાઈ હતી અને રાત્રે મહાલએ બાળકોને મારવા માટે આ પગલું ભર્યું હતું.
મૃત્યુ પામેલા બાળકોમાં 5 દિકરી અને એક દિકરો સામે છે, આજરોજ મંગળવારે તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક બાળકોના નામ રોશની ઉંમર વર્ષ 10, રેશ્મા ઉંમર વર્ષ 6 વિદ્યા ઉંમર વર્ષ 5, શિવરાજ ઉંમર વર્ષ 3 અને રાધા છે.
માતાએ 6 બાળકોને કૂવામાં નાખી દીધા તમામ બાળકોના મોત: Latest Gujarati News
એક અહેવાલ મુજબ બાળકોના મોત નીપજ્યાં બાદ મહિલાએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી કૂવામાં પડી ગઈ હતી. પરંતુ લોકોએ તેને બચાવી લીધી છે. પ્રાપ્ત વિગતો મુજબ મહાડના ધારાસભ્ય ગોગવાલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
લાતુરમાં પણ આવી જ ઘટના બની હતી
આ પહેલાં વિદર્ભના લાતુર જિલ્લામાં એક મહિલાએ તેના પતિ સાથે વિવાદ બાદ તેના 2 વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધો હતો. એ બાદ મહિલાએ તેનાં પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. શરૂઆતમાં પરિવારને વિશ્વાસ ન આવ્યો અને મોડી રાત સુધી બાળક ન દેખાતાં કૂવામાં તેની શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ પોલીસ દ્વારા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
લિફ્ટમાં જતા કામદારનું માથું ધડથી અલગ થઈ ગયું, કમકમાટી ભર્યું મોત: દાદરા અને નગરહવેલી