Homeરાષ્ટ્રીયઘઉંની નિકાસ પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકતું ભારત ભાવ નિયંત્રણમાં રાખવા કવાયત

ઘઉંની નિકાસ પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકતું ભારત ભાવ નિયંત્રણમાં રાખવા કવાયત

-

Latest Financial Gujarati News નવી દિલ્હી: ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. સત્તાવાર જાહેરાત મુજબ સ્થાનીક કિંમતોમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. DGFT (ડીજીએફટી)એ કહ્યું કે, “ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધિત લગાવાયો છે.”

DGCAએ સ્પષ્ટતા કરી હતી કે, ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પુર્ણ તેમજ તેમની સરકારોની વિનંતીના આધારે ઘઉંની નિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે.  

એક અન્ય સૂચનામાં, DGFTએ ડુંગળીના બીજ માટે નિકાસની શરતો હળવી કરવાની પણ જાહેરાત કરી છે. લોકો હાલ મોંઘાવારી સામે લડી રહ્યા છે. લગભગ દરેક ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઈંધણ જેવા કે પેટ્રોલ, ડિઝલ, સી.એન.જી. અને રાંધણ ગેસમાં પણ ભાવ વધારો થયો છે. ખાદ્યતેલના ભાવ પણ આસમાને આંબી રહ્યાં છે. જ્યારે ઘઉંના લોટના ભાવમાં પણ વધારો થયો છે.

Latest Gujarati News ઘઉંની નિકાસ પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકતું ભારત

એક અહેવાલ મુજબ, ગત વર્ષની સરખામણીએ લોટનો 13 ટકા ભાવ વધારો નોંધાયો છે. રિટેલ બજારમાં લોટની કિંમત મહત્તમ કિંમત રૂપિયા 59 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. સોમવારના રોજ ઘઉંના લોટની સરેરાશ કિંમત રૂપિયા 32.91 પ્રતિ કિલોગ્રામ હતી જે ગત વર્ષની તુલનામાં લગભગ 13 ટકા વધારે છે.

Must Read