Homeરાષ્ટ્રીય'નવાઝ શરીફ સાથે કેક નથી કાપી' રાહુલ ગાંધીના નેપાળ પ્રવાસ પર કોંગ્રેસનું...

‘નવાઝ શરીફ સાથે કેક નથી કાપી’ રાહુલ ગાંધીના નેપાળ પ્રવાસ પર કોંગ્રેસનું આકરૂં વલણ

-

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી Rahul Gandhi પોતાના મિત્રના લગ્ન સમારોહમાં નેપાળ યાત્રા Nepal Tour પર પહોંચ્યા છે. ત્યારે ભાજપ દ્વારા રાહુલ ગાંધીની નેપાળ યાત્રા મામલે ટીકાઓ થઈ રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા Social Media પર કેટલાક લોકો દ્વારા તેમના મિત્રના સમારોહમાં સામેલ થવા બદલ તેમની ટીકા કરતા જોવા મળે છે. તો કોંગ્રેસે Congress પણ વળતો પ્રહાર કર્યો કે મિત્રના લગ્નમાં હાજરી આપવા જવું એ ગુનો નથી.

કોંગ્રેસે દલીલ કરતા કહ્યું કે, આ ઘટના પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રીના લગ્નમાં પ્રધાનમંત્રી મોદીના અચાનક પહોંચી જવા કરતા ઓછી આક્રમક છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, “રાહુલ ગાંધી નવાઝ શરીફ Navaz Sharif સાથે કેક કાપવા માટે પ્રધાનમંત્રી મોદી જેવા બીનઆમંત્રિત મહેમાન તરીકે પાકિસ્તાન Pakistan ગયા નથી, તમને ખ્યાલ છે કે પઠાણકોટમાં શું થાય છે.”

Latest Gujarati News- નવાઝ શરીફ સાથે કેક નથી કાપી – રાહુલ ગાંધીના નેપાળ પ્રવાસ પર કોંગ્રેસ

તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી એક પત્રકારના લગ્ન સમારોહમાં હાજરી આપવા નેપાળ પહોંચ્યા છે. આ ઘટનામાં કંઈ ખોટું કે વિવાદાસ્પદ નથી. ભાજપ ટૂંક સમયમાં જ નક્કી કરી શકે છે કે, કોઈ લગ્નમાં ભાગ લેવો તે ગુનો છે.” ઘણા લોકોએ રાહુલના સમર્થનમાં ટ્વિટ કરીને લખ્યું કે તે પણ પોતાના પર્સનલ ટાઇમના હકદાર છે.

ઉલ્લેખનીય છે કે, સુત્રોને ટાંકીને કાઠમંડુ પોસ્ટે જણાવ્યું છે કે, રાહુલ ગાંધી સોમવારે અન્ય ત્રણ લોકો સાથે કાઠમંડુ પહોંચ્યા હતા. રાહુલ તેના નેપાળી મિત્ર અને પૂર્વ પત્રકાર અને લુમ્બિની મ્યુઝિયમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના લગ્નમાં ભાગ લેવા કાઠમંડુમાં છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...