Latest Gujarati News ડીસા : પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો, આ ઘટના કાશ્મીરની નહીં પણ ગુજરાતની છે. રાજ્યના બનાસકાંઠા [Banaskantha] જિલ્લાના ડીસા તાલુકાની આ ઘટના છે, જેમાં ઠાકોર સમાજના યુવાનના વરઘોડા કાઢવા મામલે રમખાણ સર્જાઈ હતી. જેમાં પોલીસકર્મીઓ પણ પથ્થરમારાનો શિકાર બનતા ઈજાગ્રસ્ત થયા હતા.
ડીસાના કૂંપટ [Kumpat Village] ગામે બે સમાજ વચ્ચે થયેલા ઉગ્ર તોફાનને કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરંતુ રાજ્યમાં પોલીસનો પણ કંઈ ખૌફ ન હોય તેમ ટોળાએ પોલીસને પણ પથ્થરમારાની શિકાર બનાવી હતી. જાતિવાદની પ્રથા કેટલી હદે ગંભીર અને ઘાતકી બની રહી છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.

વરઘોડાથી વાંધો હતો
સમગ્ર ઘટના એવી છે કે બનાસકાંઠાના ડીસાના તાલુકાના કૂંપટ ગામે ગઈકાલે તારીખ 27 મે રોજ વરઘોડો કાઢવા મામલે બબાલ થઈ હતી. ઠાકોર યુવાનના વરઘોડો કાઢવા પર આ ગામના જ અન્ય સમાજના લોકોને માઠું (ગીન્નાયા હતા) લાગી ગયું હતું. જેના કારણે તંગદિલી ફેલાતા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ અચાનક ઘસી આવેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરતા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. જેના કારણે પોલીસે ટોળા સામે રાયોટિંગ સબબનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વરઘોડાની બબાલના બંદોબસ્તમાં ગયેલી પોલીસ પર પથ્થરમારો- Latest Gujarati News

પોલીસની કાર્યવાહી
પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે 70 કરતા વધારે લોકોને અટકમાં લીધા છે. જ્યારે અન્ય કેટલાક આરોપીઓ હાલ ફરાર છે. ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.
સારવાર મેળવી રહેલા ઘાયલ પોલીસકર્મીઓ- બનાસકાંઠાના સમાચાર

વરઘોડો નહીં કાઢવાનું ફરમાન હતું !
ઉલ્લેખનીય છ કે, ડીસા તાલુકામાં ગઈકાલે તારીખ 27 મેના રોજ ઠાકોર સમાજના એક યુવકનો લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગમા ગામના એક ચોક્કસ સમાજે વરઘોડો કાઢવા મનાઈ ફરમાવી હતી. પરંતુ યુવકે તેમના આદેશની અવગણના કરી અને વરઘોડો કાઢ્યો હતો. જેના કારણે બે જૂથ આમને સામને આવી ગયા અને બબાલ શરૂ થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ ટોળાએ પોલીસને પણ પથ્થરમારાના શિકાર બનાવી દિધી હતી.