Homeરાજકારણગોળી મારો ગોળી: જગદીશ ઠાકોર, મેવાણીની ધરપકડ મામલે અમદાવાદ ખાતે કોંગ્રેસનું વિરોધ...

ગોળી મારો ગોળી: જગદીશ ઠાકોર, મેવાણીની ધરપકડ મામલે અમદાવાદ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

-

Latest Gujarati News: જિજ્ઞેશ મેવાણીની ધરપકડ મામલે અમદાવાદ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ગઈકાલે મોડી રાત્રે આસામ પોલીસે ધરપકડ કરી છે. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી મોડી રાત્રે તેમને રાત્રે 11:30 વાગ્યે ધરપકડ થઈ હોવાનું તેમના અંતર વર્તુળમાંથી જાણવા મળે છે. આસામ પોલીસે જિજ્ઞેશ Jignesh Mevani વિરૂધ્ધ ગુનો દાખલ કરેલો હોય ધરપકડ કર્યાની માહિતી મળે છે. જે મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા અમદાવાદના Ahmedabad સારંગપુર વિસ્તારમાં ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે મોડીરાત્રે અચાનક આસામ પોલીસે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ Arrest કરતા રાજકારણ ગરમાયું હતું. જેના પગલે આજરોજ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમદાવાદના સારંગપુર ખાતે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે 12 વાગ્યે કોંગ્રેસના Congress નેતાઓ વિરોધ કરી રહ્યા હતા. જેના પગલે પોલીસે અગાઉતી જ સારંગપુર ખાતે મોટો કાફલો મોકલી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીના કારણે સરકાર પર પ્રહાર કરતા જગદીશ ઠાકોરે ‘અટકાયત શું ગોળીઓ મારો ગોળીઓ’ તેમ કહી સરકારને નિશાન બનાવી હતી.

નેતાઓની અટકાયત દરમિયાન યુવા નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. “જ્યાં તેમણે કહ્યું હતું કે, લડાયક યુવાનો ભાજપ સરકાર સામે મજબુત અવાજ ઉઠાવે છે માટે ભાજપની તાનાશાહી સરકાર ડરાવવા પ્રયાસ કરે છે. પણ અમે ડરીશું નહીં અમે લડીશું”

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...