28 C
Ahmedabad

વિમાનમાં પ્રવાસીની તબિયત બગડતા બે કેન્દ્રીય મંત્રીઓએ દેવદૂત બની કરી સારવાર

Published:

Latest Gujarati News : નવી દિલ્હી : એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરી રહેલા એક પ્રવાસીની અચાનક તબિયત લથડી હતી. પ્રવાસીની તબિયત લથડતા જ વિમાનના સ્ટાફ દ્વારા મુસાફરી કરી રહેલા પ્રવાસીમાં કોઈ ડૉકટર હોય તો આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. દરમિયાન બે ડૉ. આગળ આવ્યા અને પ્રવાસીની હાલત સમજી મદદ કરી સરાહનિય કાર્ય કર્યું હતું. પરંતુ આ બે ડૉકટર કોઈ સામાન્ય ડૉકટર ન હતા, તેઓ હતા કેન્દ્ર સરકારની કેબિનેટના મંત્રી (Cabinet Minister).

એર ઈન્ડિયાના વિમાન (Air India Flight)માં મુસાફરી કરી રહેલા એક યાત્રીની તબિયત લથડતા વિમાનમાં સવાર બે કેબિનેટ મંત્રીઓએ સરાહનીય કાર્ય કર્યું હતું. જેમાં કેન્દ્ર સરકારના મંત્રી ડૉ. કે. બી. કરાડ (MOS ફાયનાન્સ) (Dr. B.K. Karad) અને ડૉ. સુભાષ ભામરે (Dr. Subhash Bhamre) દ્વારા ખરાબ તબિયતને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસી Passengerની પ્રાથમિક સારવાર કરી મદદ કરી હતી.

Latest Gujarati News

વિમાનમાં તેમની આ સેવા બદલ એર ઈન્ડિયાએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. એર ઈન્ડિયાએ એક ટ્વિટમાં લખ્યું છે કે, “આજે દિલ્હી-ઔરંગાબાદ જઈ રહેલી ફ્લાઈટના એક મુસાફરની તબિયત અચાનક કથળી હતી. બાદમાં અમે મદદ માટે મુસાફરી કરી રહેલા કોઈ ડૉક્ટર હોય તો તેમને આગળ આવી મદદ કરવા અપીલ કરી હતી. જેના બાદ તુરંત જ કેબિનેટ મંત્રી ડૉ. બી.કે. કરાડ (MoS ફાયનાન્સ) અને ડૉ. સુભાષ ભામરે તરત જ પીડિત મુસાફર પાસે પહોંચ્યા અને મદદ કરી હતી. અમે તેમનો આભાર માનીએ છીએ.”

Related articles

Recent articles