Homeગુજરાતહિંમતનગરમાં તંગદિલી બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એકશનમાં, કર્યો મોટો નિર્ણય

હિંમતનગરમાં તંગદિલી બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એકશનમાં, કર્યો મોટો નિર્ણય

-

Today’s Latest Gujarati News : રામનવમીના દિવસે નિકળેલી શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ હિંમતનગરમાં વાતાવરણ તંગ બન્યું હતું. ગઈકાલે પણ હિંમતનગરમાં વણઝારા વાસમાં પથ્થરમારો થયાની ઘટના નોંધાઈ હતી. બે ટોળા આમને સામને આવ્યાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ સ્થિતી કાબુમાં લીધી હતી. પોલીસે ટોળાને વિખેરવા અને મામલો કાબુમાં લેવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પરંતુ આ તમામ બાબતો વચ્ચે ચિંતાજનક વાત સામે આવી છે કે વણઝારા વાસના કેટલાક લોકો હુમલાના ભયના કારણે કથિત રીતે હિજરત કરી રહ્યાના અહેવાલ છે. આ મામલાની જાણ બદા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી Harsh Sanghavi હિંમતનગરની મુલાકાત લેશે.

Latest Gujarati News: હિંમતનગરમાં તંગદિલી બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એકશનમાં

એક ગુજરાતી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પરથી માલુમ પડે છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર Himmatnagar માં ગઈકાલે બનેલી ઘટનાને પગલે મુલાકાત માટે હિંમતનગર જવાના છે. મુલાકાત સમયે તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે અને કાયદો વ્યવસ્થાની ચર્ચા કરશે.

સાથે જ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિકોને ગઈકાલે રાત્રીના સમય દરમિયાન પેટ્રોલ બોમ્બના હુમલા જોવા મળ્યા હતા. જેના ભયના કારણે સ્થાનિકો સતત ભયના ઓથાર હેઠળ છે. બીજી તરફ આ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ ઘણી વખત થયુ છે તેવી પણ માહિતી મળે છે. ત્યારે વણઝારા વાસ વિસ્તારના 7-8 પરિવારોતો હિજરત કરી ગયા છે તેવા અહેવાલ પણ એક ગુજરાતી ન્યૂઝ વેબાસાઈટ પર જોવા મળે છે.

Read More Today’s Gujarati News Here:

પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડવા થયા મોકળા, હાર્દિકની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

વીડિયો/ શિક્ષકના જન્મદિવસમાં એવું થયું કે વિદ્યાર્થીની ધોલાઈ થઈ ગઈ

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...