Homeગુજરાતબોલો 200 પરીક્ષાર્થીના જવાબ એક સરખા ! આ યુનિવર્સિટીનું માસ કોપીકેસ કાંડ...

બોલો 200 પરીક્ષાર્થીના જવાબ એક સરખા ! આ યુનિવર્સિટીનું માસ કોપીકેસ કાંડ ઝળહળ્યું

-

Latest Gujarati News Patan : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી HNGU વિવાદનો પર્યાય બની ગઈ હોય તેમ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ફરી એક વખત આ યુનિવર્સિટી વિવાદોના વાદળોથી ઘેરાઈ છે. આ વખતે થયેલા વિવાદમાં પરીક્ષામાં માસ કોપી કેસ જવાબદાર છે.

મળતી વિગતો અનુસાર, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (Hemchandracharya North Gujarat Iniversity) માસ કોપી કેસની ઘટના સામે આવી છે. જેમાં B.Sc સેમિસ્ટર-2ની પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મામલામાં 229 વિદ્યાર્થીઓના જવાબ પત્રમાં એક સરખા જવાબ લખેલા જોવા મળ્યા છે. કેમેસ્ટ્રીના વિષયમાં જ 200 વિદ્યાર્થીઓના જવાબ એખ સરખા છે તો ગણિતના પેપરમાં 29 વિદ્યાર્થીઓના જવાબ એક સરખા મળી આવ્યા છે.

વધુ વાંચો-

Latest Gujarati News- 200 પરિક્ષાર્થીના જવાબ એક સરખા ! યુનિવર્સિટીમાં માસ કોપીકેસ

પેપર ચેકિંગમાં આ માસ કોપી કેસની ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતા પરીક્ષા સમિતિએ તપાસ હાથ ધરવાની શરૂઆત કરી છે. જેમાં કેમેસ્ટ્રી અને ગણિત વિષયના પેપરમાં પરીક્ષાર્થી વિદ્યાર્થીઓના વર્ગખંડના સી.સી.ટી.વી. ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. સાથે જ પરિક્ષા દરમિયાન ફરજ પર રહેલા સુપરવાઈઝર્સને પણ નોટિસ ફટકારી હોવાના અહેવાલ છે. હાલ પુરતા તો આ પરિણામોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

અગાઉના વર્ષ 2019માં પણ આ યુનિવર્સિટી પેપેર રિએસેસમેન્ટમાં થયેલા ગોટાળા અને બાદમાં રિએસેસમેન્ટ જ બંધ કરી મેડિકલના વિદ્યાર્થીઓ મેદાને આવતા વિવાદોમાં આવી હતી. ઉપરાંત નર્સિંગની પરીક્ષાને લઈને પણ 15 વિદ્યાર્થીઓના એક સરખા જવાબોને લઈ પણ માસ કોપી કેસ સામે આવ્યા હતા. હવે ફરી એક વખત મોટાપાયે માસ કોપી કેસ ઝડપાયા હોય યુનિવર્સિટીની વ્યવસ્થા પર સવાલ ખડા થયા છે.

Must Read