Homeરાજકારણનરેશ પટેલે રાજનીતીમાં ક્યારે જોડાશે તેને લઈ કરી સ્પષ્ટતા, જાણો કઈ તારીખે...

નરેશ પટેલે રાજનીતીમાં ક્યારે જોડાશે તેને લઈ કરી સ્પષ્ટતા, જાણો કઈ તારીખે કરશે જાહેરાત

-

Latest Gujarat Politics News : નરેશ પટેલ રાજકારણમાં ક્યારે જોડાશે અને કયા પક્ષમાં જોડાશે. જેમણે ગુજરાત જ નહી પરંતુ દિલ્લીની રાજનીતિમાં પણ આખુ ગામ ગાંડુ થયું છે. કે નરેશ પટેલ ક્યારે અને કયા પક્ષમાં જોડાશે. ગુજરાતની રાજનીતિમાં છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહેલાં આ સવાલનો જવાબ મળવાને બદલે ફરી એક નવી તારીખ મળી છે. નરેશ પટેલ 15મે સુધી રાજકારણમાં પ્રવેશ કરવા અંગે સ્પષ્ટતા કરશે.

ખોડલધામનાં ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલનાં રાજકારણમાં પ્રવેશને લઇને ગુજરાતથી લઇને દિલ્હી સુધી રાજનીતિ ગરમાયેલી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં Congress જોડાય છે તેવી અટકળો વચ્ચે નરેશ પટેલની દિલ્હી મુલાકાતે ચર્ચાઓ તેજ કરી. પણ દિલ્હીથી રાજકોટ પરત ફરીને નરેશ પટેલે તમામ અટકળોને રદિયો આપી ફરી એકવાર રાજકીય પ્રવેશ અંગે 15મેની તારીખ પાડી દીધી છે. જો કે, પ્રશાંત કિશોર સાથે મુલાકાતની વાત તેમણે માની છે.

Gujarat Politics : નરેશ પટેલે રાજનીતીમાં ક્યારે જોડાશે તેને લઈ કરી સ્પષ્ટતા

નરેશ પટેલ હાલ ક્યાં પક્ષમાં જોડાશે તેનો નિર્ણય લેવાયો હોવાનો ઇન્કાર કરે છે પણ અટકળો કહે છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તે માટે દિલ્હીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. નરેશ પટેલ મુદ્દે પરેશ ધાનાણીએ દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કહે છે નરેશ પટેલ આવે તો પક્ષમાં તેમનું સ્વાગત છે.

પહેલા 15 માર્ચ ત્યારબાદ 15 એપ્રિલ અને હવે 15મેની તારીખ. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે વારંવાર તારીખ પર તારીખ આપી રહ્યાં છે..

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....