Homeરાજકારણકટ્ટર જ્ઞાતિવાદી, હાર્દિક-નરેશ પટેલ અને કોંગ્રેસના હાલ હવાલ મામલે સંઘાણીનું સ્ફોટક નિવેદન

કટ્ટર જ્ઞાતિવાદી, હાર્દિક-નરેશ પટેલ અને કોંગ્રેસના હાલ હવાલ મામલે સંઘાણીનું સ્ફોટક નિવેદન

-

Today’s Latest Gujarati News: ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન અને હાલ ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલેને લઈ એક મીડિયાને આપેલા નિવેદન બાત રાજકારણના કેન્દ્ર બન્યા છે. હાર્દિક પટેલ Hardik Patel ભાજપમાં જોડવા જોઈએ કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે કચરો ભેગો ન કરવો જોઈએ તેવું મંતવ્ય જણાવ્યું હતું. ત્યારે વીટીવીના એક પત્રકાર સાથેના એક ઈન્ટરવ્યુમાં સંઘાણીએ કટ્ટર જ્ઞાતિવાદી નેતાનો કટાક્ષ કોંગ્રેસ પર કર્યો છે.

દિલીપ સંઘાણીએ Dilip Sanghani ગુજરાતી ન્યૂઝ ચેનલ વીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે વ્યક્તિગત મત જણવતા કહ્યું કે, કોઈ કટ્ટર જ્ઞાતિવાદી  નેતા હોય તે પોતાને તો લાંબા ગાળે નુકશાન કરે છે, પણ જે પાર્ટીમાં જાય તેને પણ નુકશાન કરે છે. જેમકે કોંગ્રેસે કટ્ટર જ્ઞાતિવાદી નેતાને પાર્ટી લીધા તેનું કારણ જ કોંગ્રેસના Congress હાલ હવાલ માટે જવાબદાર છે.

Politics News Gujarati: કટ્ટર જ્ઞાતિવાદી હાર્દિક-નરેશ પટેલ અને કોંગ્રેસના હાલ મામલે સંઘાણીનું નિવેદન

સંઘાણીનો પત્રકારને સામો સવાલ

હાર્દિક પટેલની રાજનિતી એ પ્રકારની હોય તેવી લાગે છે તેવા પત્રકારના સવાલ પર દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, તમને લાગે છે કે પાસનું આંદોલન કર્યા પછી તે સૌમ્ય, સમાન સર્વને સાથે રાખીને સમાજને કે રાષ્ટ્રની મિલ્કતને નુકશાન ન થાય તેવા ભાવ સાથે રચનાત્મક કાર્ય કર્યું તેવું લાગે છે તમને ?

પાટીલનો અધિકાર…

હાર્દિક પટેલને ભાજપમાં લેવા જોઈએ કે નહીં તેવા પત્રકારના સવાલમાં દિલીપ સંઘાણી એ કહ્યું કે, તે ગુજરાતના પ્રમુખ સી.આર. પાટીલનો અધિકાર છે, તેમના નિર્ણય સાથે હું ભાજપના કાર્યરક તરીકે સમર્થક અને સહમત હોવ છું.

કટ્ટરતાથી જ્ઞાતિ ચાલે…

નરેશ પટેલ મામલે પણ તેઓ એ જણાવ્યું કે, હું નરેશ પટેલે Naresh Patel ખોડલધામ બનાવ્યું તેનો પ્રશંસક છું. પરંતુ કટ્ટરવાદી છાપવાળા નેતાઓથી માત્ર જ્ઞાતિ ચાલતી હોય છે, કટ્ટરતાના કારણે અન્ય સમાજો વિમુખ પણ થયા હોય છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...