Homeરાજકારણપ્રધાનસેવકની વિદ્યા સમીક્ષા પહેલા AAPના સિસોદિયાની ટ્વિટે ફરી રાજકારણ કર્યુ ગરમ

પ્રધાનસેવકની વિદ્યા સમીક્ષા પહેલા AAPના સિસોદિયાની ટ્વિટે ફરી રાજકારણ કર્યુ ગરમ

-

Latest News- PMની વિદ્યા સમીક્ષા પહેલા AAPના સિસોદિયાની ટ્વિટે રાજકારણ કર્યુ ગરમ. આગામી વિધાનસભા ચૂંટણીના કારણે આમ આદમી પાર્ટી ગુજરાત AAP Gujarat પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં શિક્ષણના મુદ્દે વારંવાર આપના મનિષ સિસોદિયા ગુજરાત સરકારને ઘેરી રહ્યાં છે. દરમિયાન દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મામલે ફરી મનિષ સિસોદિયાએ ટ્વિટ કરી રાજકારણ ગરમ કરી દિધું છે.

પ્રધાનમંત્રી મોદી તારીખ 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાત પ્રવાસ પર છે. આ મામલે પ્રધાનસેવક મોદીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈશે. આ ટ્વિટ પર મનિષ સિસોદિયા Manish Sisodia એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ પેદા કરી કટાક્ષ કર્યો છે.

તેઓ એ તાજેતરમાં જ ભાવનગરની શાળાની મુલાકાત કરી હતી તે ફોટો ટ્વિટ કરી લખ્યું છે કે, વિદ્યા સમીક્ષા સેન્ટરમાં કદાચ આ શાળાની તસવીરો જોવા મળશે નહીં. અહિં બાળકો માટે પાટલી નથી અને શૌચાલય પણ બિસ્માર હાલતમાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ન ફાવે તો જતા રેહવું મામલે પોસ્ટ જોવા મળી હતી. બાદમાં દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાત આવી શાળાની મુલાકાત માટે ભાવનગર પહોંચ્યા હતા. અને તેમને શીક્ષણ મંત્રીના હોમ ટાઉનની શાળાની હાલત ઉજાગર કરી હતી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....