Homeરાષ્ટ્રીયલખીમપુર ખીરી હિંસામાં આરોપી મંત્રી પુત્રના જામીન રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ

લખીમપુર ખીરી હિંસામાં આરોપી મંત્રી પુત્રના જામીન રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ

-

Breaking News લખીમપુર ખીરી હિંસામાં આરોપી મંત્રી પુત્રના જામીન રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોને આંદોલન દરમિયાન કચડી હત્યા કરનાર મુખ્ય આરોપીને જામીન પર છુટકારો મળ્યો હતો. પરંતુ આજરોજ આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદાને રદ્દ કરતા જામીન રદ્દ કરવામાં આવ્યા છે. હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશીષના જામીન રદ્દ કરવામાં આવતા હવે ફરી જેલના સળીયા પાછળ જવું પડશે.

આજરોજ સોમવારે યુપીના લખીમપુર ખીરીમાં બનેલી હિંસાત્મક ઘટનાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન રદ્દ કરવામાં આવ્યા છે. આશીષ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી આજય મિશ્રા ટેનીનો પુત્ર છે. જામીન રદ્દ થતા જે આરોપીને એક અઠવાડીયામાં જ આત્મસમર્પણ કરી દેવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગત 10 ફેબ્રુઆરીના રોજ યુપીની અલ્હાબાદ હાઈકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપી જામીન રદ્દ કર્યા હતા. CJI NV રમના અને જસ્ટિસ સૂર્યકાન્ત અને હિમા કોહલીએ કહ્યું કે HC એ આશિષને જામીન આપતી વખતે અપ્રસ્તુત તથ્યોને ધ્યાનમાં લઈને અને FIRને સત્ય તરીકે ગણીને ભૂલ કરી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે HC એ ફરિયાદીને દલીલ કરવાની અને જામીનનો વિરોધ કરવાની તક ન આપીને પણ ભૂલ કરી.

આ ઘટનામાં પીડિતના પરિજનો દ્વારા હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં જામીન મળતા જેલમાંથી છુટેલા આરોપી આશિષ મિશ્રા પર 3 ઓક્ટોબર 2020ના રોજ ચાર ખેડૂત પ્રદર્શનકારી સહિત 8 લોકોના જીવ લેવાનો આરોપ છે. ઘટનાના પડધા દેશ વ્યાપી પડતા મામલો ગરમાયો હતો. ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ લખીમપુર ખેરી હિંસાની તપાસ પર દેખરેખ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિવૃત ન્યાયીધીશ રાકેશ કુમાર જૈનની અધ્યક્ષતાવાળી એક સમિતિની પણ રચના કરી હતી.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...