Homeરાજકારણપ્રશાંત કિશોર નહીં થાય કોંગ્રેસમાં સામેલ, સુરજેવાલાએ ટ્વિટ કરી આપી માહિતી

પ્રશાંત કિશોર નહીં થાય કોંગ્રેસમાં સામેલ, સુરજેવાલાએ ટ્વિટ કરી આપી માહિતી

-

Latest Breaking News Gujarati : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે નહીં, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આજરોજ મંગળવારે ટ્વિટ કરીને માહિતી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસમાં પ્રશાંત કિશોર ના સમાવેશને લઈને વિવાદ પહેલાથી જ દેખાતો હતો અને આજે તેના પરની અસમંજસનો અંત આવ્યો છે. જો કે, ભારતીય પોલિટિકલ એક્શન કમિટીએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે કરેલું ગઠબંધન પણ બંને વચ્ચેની મંત્રણા તૂટવાનું મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.

સમાચાર મુજબ. પ્રશાંત કિશોરે પોતે કોંગ્રેસમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. જોકે, તેણે આ અંગે કોઈ તાત્કાલિક કારણ આપ્યું નથી.

રણદીપ સુરજેવાલાએ મંગળવારે ટ્વીટ કર્યું હતું કે પ્રશાંત કિશોરે પોતે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવા અને 2024 માટેના તેમના પ્રસ્તાવિત વિઝનને આગળ વધારવા માટે એક સમિતિની રચના કરી હતી. આ 13 સભ્યોની સમિતિએ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને સોંપ્યો હતો. આ અંગે સોમવારે કોંગ્રેસના નેતાઓની બેઠક પણ યોજાઈ હતી.

Breaking News Gujarati : પ્રશાંત કિશોર નહીં થાય કોંગ્રેસમાં સામેલ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવાના પક્ષમાં હતા, પરંતુ દિગ્વિજય સિંહ સહિત ઘણા નેતાઓએ આ અંગે પોતાની આશંકા વ્યક્ત કરી હતી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...