આજના સમાચાર– Latest Breaking News Gujarati Today : દિલ્હી એરપોર્ટ Delhi Airport પર સોમવારે સ્પાઈસ જેટ Spice Jet નું પ્લેન એક થાંભલા (Poll) સાથે અથડાયું હતું, જેમાં પ્લેન Flight અને પોલ બંનેને નુકશાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોઈંગ 737-800 એરક્રાફ્ટ સવારે પેસેન્જર ટર્મિનલથી રનવે તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે આ ટક્કર થઈ હતી.
ફ્લાઈટ જમ્મુ Jammu જઈ રહી હતી. આ પહેલા પણ એરક્રાફ્ટની જમણી પાંખ થાંભલા સાથે અથડાઈ હતી, જેના કારણે એલેરોન Aileron ને નુકસાન થયું હતું. એલેરોન એ પાંખના છેડે આવેલો ભાગ છે જે એરક્રાફ્ટના સ્ટીયરીંગમાં મદદરૂપ થાય છે.અધિકારીઓએ જણાવ્યું કે વિમાન સવારે 9.20 કલાકે દિલ્હીથી રવાના થવાનું હતું.
Latest Breaking News Gujarati/સ્પાઈસ જેટનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ટેકઓફ પહેલા પોલ સાથે અથડાયું

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પ્લેનને પરત ફરવું પડ્યું હતું અને મુસાફરોને અન્ય એરક્રાફ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ યાત્રીને ઈજા થઈ નથી અને DGCAએ આ અંગે તપાસ શરૂ કરી છે.