HomeમનોરંજનLargest Pumpkin in world જાણો કેવી રીતે 1000 કિલોનુ કોળું ઉગાડ્યું આ...

Largest Pumpkin in world જાણો કેવી રીતે 1000 કિલોનુ કોળું ઉગાડ્યું આ ખેડૂતે ?

-

(largest pumpkin) કોળુ સામાન્ય રીતે એક કે 2 કિલો અથવા 3 કિલોનું હોય છે. પરંતુ શું તમે ક્યારેય 10 ક્વિન્ટલ કોળા વિશે સાંભળ્યું છે? તમે વિચારી રહ્યા છો, કોળું તે પણ 10 ક્વિન્ટલનું. હા, તમે બરાબર સાંભળ્યું 10 ક્વિન્ટલનું કોળું. ખરેખર એક ખેડૂતે કંઈક આવું જ કર્યું છે.

બનાવ્યો રેકોર્ડ ખેતરમાં ઉગાડ્યું 1000 કિલોગ્રામ વજનવાળું દુનિયાનું સૌથી મોટું કોળું,

લોકોએ કોળુ જોયું જ હશે. આ અમેરિકન ખેડૂતનું એક કોળું જેનું વજન તોલવા પર દસ ક્વિન્ટલ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે આ કોળાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ કોળાની તસવીરો સોશિયલ મીડિયા પર મુકતાની સાથે જ આ તસવીરો વધુને વધુ વાયરલ થઈ ગઈ. આ કોળાનું કદ અને પહોળાઈ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
Largest Pumpkin in world જાણો કેવી રીતે 1000 કિલોનુ કોળું ઉગાડ્યું આ ખેડૂતે

આ કિસ્સો

અમેરિકાના ઓહિયોનો છે. અહેવાલો અનુસાર, બે ખેડૂતોએ મળીને આ કોળું ઉગાડ્યું છે. જેનું નામ ટોડ અને ડોના સ્કિનર છે. આ બંને ખેડૂતોએ તેમના ખેતરોમાં વિશ્વનું સૌથી મોટું કોળું ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. માહિતી અનુસાર, બંને છેલ્લા 30 વર્ષથી કોળાની ખેતી કરી રહ્યા છે, તેઓ ઈચ્છતા હતા કે તેમના ખેતરમાં સૌથી મોટા કોળાનું ઉત્પાદન થઈ શકે.આખરે તેની મહેનત ફળી અને તેની ઈચ્છા પૂરી થઈ. બંનેએ સાથે મળીને 2164 પાઉન્ડ એટલે કે લગભગ 1000 કિલોનો સૌથી મોટું લીલા કોળુંઉગાડ્યું.

ખેડૂતોએ કહ્યું

અમને કોળાનું વજનનો ખ્યાલ પહેલાથી જ આવી ગયો હતો. બીજી બાજુ, ઓકલેન્ડ નર્સરીએ પુષ્ટિ કરી છે કે ડોના અને ટોડ હવે વિશ્વના સૌથી મોટું લીલા કોળાના ઉત્પાદકો બન્યા છે. આ કોળાનું વજન 2164 પાઉન્ડ હોવાનું જાણવા મળ્યું છે. કોળાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

વધુ વાંચો –  કૈલાસ પર્વતમાં છુપાયેલા છે ઘણાં રહસ્ય

Must Read