Homeરાષ્ટ્રીયભેખડ ઘસી પડી, મોટી સંખ્યામાં મજૂરો દટાયા, રાહત કાર્ય ચાલુ: હરિયાણા

ભેખડ ઘસી પડી, મોટી સંખ્યામાં મજૂરો દટાયા, રાહત કાર્ય ચાલુ: હરિયાણા

-

હરિયાણાના (Hariyana) ભિવાની પાસેની ખાણમાં (Mine) ભેખડ ઘસી પડતા (Landslide) અકસ્માત (Accident) સર્જાયો હતો. આ દુર્ધટનામાં કાટમાળ નીચે દબાઈ જતા ત્રણ વ્યક્તિના મૃત્યુ થયાના અહેવાલ છે. કાટમાળ નીચે દબાયેલા મૃતદેહને બહાર કાઢી લેવાયા છે. મળતા અહેવાલ મુજબ દુર્ધટનામાં 20 થી 25 માણસો તેમજ મશીનરી સહિતના સાધનો દટાયા હોવાની આશંકા છે. જેના બચાવવા (Rescue) માટે કામગીરી હાથ ધરાયેલી છે.  ભેખડ ઘસી પડતા મજૂરો દટાયા-3 મોત-રાહતકાર્ય ચાલુ Hariyana Landslide Rescue team at site

પ્રાથમિક અહેવાલ મુજબ કાટમાળ હેઠળ દબાયેલા લોકો પર પ્રાંતિય છે. જેમાંના મોટાભાગના લોકો રાજસ્થાન અને છત્તીગઢના વતની છે. દુર્ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે તેનો ચોક્કસ આંકડો અથવા અચાનક ભેખડ ઘસી જવા પાછળનું કારણ હાલ સુધી સામે આવ્યુ નથી. પણ બની શકે કે બ્લાસ્ટના લીધે પણ ભેખડ ઘસી હોય.

ઘટનાની જાણ થતા જ હરિયાણાના કૃષીમંત્રી જે.પી. દલાલ સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ ઈજ્જાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી સારવાર શરૂ કરાઈ છે.

એક અહેવાલ પરથી જાણવા મળે છે કે, NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ) ના આદેશ બાદ ભિવાનીમાં ખાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ શુક્રવારના રોજ થી જ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. જેના બીજા જ દિવસે નવા વર્ષના પહેલા દિવસે પહાડોમાં તિરાડ થવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી.

Must Read