Homeરાષ્ટ્રીયલખીમપુર ખેરી - આજના દિવસે બનેલી મહત્વની ઘટનો સંપૂર્ણ અહેવાલ ટ્વીટ સાથે

લખીમપુર ખેરી – આજના દિવસે બનેલી મહત્વની ઘટનો સંપૂર્ણ અહેવાલ ટ્વીટ સાથે

-

ઉતર પ્રદેશમાં આવેલ લખીમપુર ખેરીમાં રવિવારે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલી હતું, તે દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર.

લખીમપુર ખેરી અપડેટ – Lakhimpur Kheri incident highlights today

 1. પ્રિયંકા ગાંધી કસ્ટડીમાં
 2. આપ નેતા સંજય સિંહને રોકવામાં આવ્યા
 3. અખિલેશ યાદવના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત
 4. લખીમપુર હિંસા કેસમાં કાર્યવાહી, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર સામે FIR
 5. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ટ્વિટ કર્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશની સરકાર મને રાજ્યમાં આવવા દેવાની પરવાનગી ન આપવાનો હુકમનામું બહાર પાડી રહી છે.
 6. લખીમપુર ખેરી ખાતે સુરક્ષા જાળવવા માટે રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ની 2 કંપનીઓ તૈનાત
 7. ભાજપના સાંસદ વરુણ ગાંધીએ સીએમ યોગીને પત્ર લખ્ય, તેમણે કહ્યું કે ખેડૂતોના મૃત્યુના કિસ્સામાં, દોષિતો સામે 302 હેઠળ કેસ નોંધવો જોઈએ અને સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ.
 8. કોંગ્રેસના કાર્યકરોએ બીજી બટાલિયન ગેસ્ટ હાઉસની બહાર પીએસી રોડ બ્લોક કર્યો, પ્રિયંકા ગાંધીને આ ગેસ્ટ હાઉસમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
 9. પોલીસે શિવપાલ સિંહ યાદવના ઘરની બહાર બેરિકેડ પણ લગાવ્યા
 10. રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીએ પોલીસ બેરીકેડીંગ તોડી, લખીમપુર ખેરી જવા રવાના
 11. અખિલેશ યાદવ લખીમપુર ખેરી જવા માટે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ પોલીસ તેમને આગળ જતા અટકાવ્યા અખિલેશ એ જ રસ્તા પર ધરણા પર બેઠા.
 12. લખનઉ: પોલીસ સ્ટેશનની સામે પોલીસની કાર સળગાવી,સપા કાર્યકર્તાઓનો આરોપ છે કે, પોલીસકર્મીઓએ તે વાહનને આગ લગાવી દીધી.
 13. નોઈડાથી દિલ્હી જતા રસ્તા પર 4 થી 5 કિમી લાંબો જામ
 14. આરપીએન સિંહે લખ્યું, ‘ખેડૂતો સાથે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અક્ષમ્ય છે. સરકાર ખેડૂતોનો અવાજ સાંભળી રહી નથી. ક્રૂરતાની તમામ હદ પાર કરીને ખેડૂતોને વાહનો દ્વારા કચડી નાખવામાં આવી રહ્યા છે. જો બેલગામ યુપી પોલીસે પ્રિયંકા ગાંધીને રોકવાને બદલે તે ગુંડાઓને અટકાવ્યા હોત તો કાલે ખેડૂતો શહીદ થયા ન હોત.
 15. લખીમપુર ખેરીની ઘટનાનો રોષ અંબાલાના ખેડૂતોમાં પણ જોવા મળ્યો હતો. ત્યાં ખેડૂતો પીએમ મોદીનું પૂતળું બાળવાની વાત કરી
 16. ઉત્તરપ્રદેશ સરકારે પંજાબના મુખ્ય સચિવને પત્ર લખીને રાજ્યને વિનંતી કરી છે કે કોઈને પણ લખીમપુર ખેરી ન જવા દે.
 17. સંયુક્ત કિસાન મોરચાએ રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખ્યો,જેમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવા, તેમના પુત્ર આશિષ મિશ્રા પર 302 હેઠળ હત્યાનો કેસ નોંધવા, તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
 18. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આજે લખનઉ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી ન મળી, તે હવે રાયપુર એરપોર્ટથી સીધા દિલ્હીના એરપોર્ટ પર આવશે.
 19. લખીમપુર ખેરીમાં પોલીસ પ્રશાસન અને મૃતક ખેડૂતો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આઈજી લખનૌ લક્ષ્મી સિંહ મૃત ખેડૂતોના પરિવારજનો સાથે વાત કરી રહ્યા છે. આ બેઠકમાં ખેડૂત નેતા રાકેશ ટીકાઈત પણ હાજર
 20. હાર્દિક પટેલે યુપી સરકાર કર્યા પ્રહાર – ‘ભાજપ ખૂની અને ડરપોક છે. આજે ખેડૂતો સાથે જે થયું, તે કાલે તમારી સાથે પણ થઈ શકે છે.
 21. યુપીની સાથે સાથે હરિયાણાના અંબાલા અને કર્ણાટકના બેંગ્લોરમાં પણ દેખાવો થયા
 22. જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કર્યું ટ્વિટ- તેમણે લખ્યું, ‘ઉત્તરપ્રદેશ નવું જમ્મુ -કાશ્મીર છે.
 23. સીતાપુરમાં અટકાયત કરાયેલી પ્રિયંકા ગાંધી ત્યાં પીએસી ગેસ્ટ હાઉસમાં સફાઈ કરીને સંદેશ આપતી જોવા મળી હતી.
 24. લખીમપુર ખેરીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી. જેમાં સરકાર તમામ મૃતક ખેડૂતોને 45-45 લાખ રૂપિયા આપશે. તે જ સમયે, ઘાયલોને દરેકને 10 લાખ રૂપિયા મળશે.આ મામલે ન્યાયિક તપાસ થશે, આ સિવાય પરિવારના એક સભ્યને સરકારી નોકરી મળશે.
 25. ઉત્તરપ્રદેશના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 144 લાદવાના કારણે રાજકીય પક્ષોના નેતાઓને જિલ્લાની મુલાકાત લેવાની મંજૂરી નથી. જોકે, ખેડૂત સંગઠનોના સભ્યોને અહીં આવવાની છૂટ છે.
 26. મૃતક ચાર ખેડૂતોના મૃતદેહને હવે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા, આ નિર્ણય મૃત ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે કરાર બાદ લેવામાં આવ્યો હતો.
 27. પોલીસ વહીવટીતંત્ર અને ખેડૂત સંગઠનોની સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવી
 28. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આરએએફ અને એસએસબીની બે કંપનીઓ હાલમાં 6 ઓક્ટોબર સુધી લખીમપુર ખેરીમાં તૈનાત રહેશે.
 29. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે યુપી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘મારી સમજ બહાર છે કે આ યુપી પોલીસ, વહીવટ અને સરકાર વિપક્ષી નેતાઓને કેમ રોકે છે? તે ન થવું જોઈએ. રાજસ્થાનમાં જ્યારે પણ કોઈ ઘટના બની હોય ત્યારે અમે ક્યારેય કોઈને રોક્યા નથી કારણ કે વિપક્ષની મુલાકાતથી વધુ સત્ય બહાર આવી શકે છે.
 30. યુપી સરકારે ધારા 144 નો હવાલો આપી, પંજાબના મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને ઉતરવાની મંજુરીના આપી
 31. 3 ડોક્ટરોની પેનલ લખીમપુરમાં ખેડૂતોના મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરશે
 32. મહિલા કોંગ્રેસ, અખિલ ભારતીય કિસાન સભા અને અખિલ ભારતીય લોકતાંત્રિક મહિલા સંઘે આજે દિલ્હીમાં યુપી ભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
 33. લખીમપુર ખેરી – છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે આટલી મોટી ઘટના બની છે, વડાપ્રધાન તરફથી કોઈ ટ્વીટ આવ્યું નથી, ન તો ભાજપ તરફથી કોઈ નિવેદન આવ્યું છે. અમે માંગ કરીએ છીએ કે ગૃહ રાજ્યમંત્રીને તાત્કાલિક બરતરફ કરવામાં આવે.
 34. યુપી પોલીસે ખેડૂત નેતા ગુરનમ સિંહ ચઢુંનીની મેરઠમાં અટકાયત કરી

ઘટનાઓના સંદર્ભમાં કરવામાં આવેલ મહત્વના ટ્વીટ

Must Read