Homeરાષ્ટ્રીયમંત્રીના પુત્રને પોલીસ લાવી લખીમપુર ખીરીના ઘટનાસ્થળ પર, કરાવ્યુ આવું

મંત્રીના પુત્રને પોલીસ લાવી લખીમપુર ખીરીના ઘટનાસ્થળ પર, કરાવ્યુ આવું

-

પોલીસે ઘટનાસ્થળ પર આશીષ મિશ્રા અને તેના મિત્ર પૂર્વ કેન્દ્રિય મંત્રી અખિલેશદાસના ભત્રીજા અંકિત દાસ, અંકિત દાસના ગનર લતીફ ઉર્ફે કાળું અને એક કર્મચારી શેખર ભારતીને લઈ બનાવના સ્થળે પહોંચ્યા હતા.

લખીમપુર ખીરી(Lakhimpur Kheri):ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતોને કચડીને જાન લેવાના મામલામાં એસઆઈટી તપાસ કરી રહી છે. એસઆઈટી આજે ગુરૂવારે કેસના મુખ્ય આરોપી અને મંત્રી પુત્ર(ministers son) આશીષ મિશ્રાને ઘટનાસ્થળ પર લઈ ગઈ હતી. ત્યાં પોલીસે તેને ક્રાઈમ સીન રીક્રિએટ(recreate crime scene) કરાવ્યો હતો. ખેડૂતોને કચળવા માટે પોલીસે માણસ જેવા દેખાતા પુતળાનો ઉપયોગ કર્યો હતો.અંકિતદાસ થાર ગાડીની પાછળ રહેલી ફોર્ચ્યુનર કારમાં સવાર હતો. અંકિતને પોલીસએ પુછપરછ માટે આજ ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડી રિમાંડ પર લીધો છે.

3 ઑક્ટોબરના રોજ લખીમપુર ખીરીના તિકુનિયાના ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના નામે નોંધાયેલી મહિન્દ્રા થાર કારથી કચળી દેવાતા 4 નિર્દોષ ખેડૂતોના જીવ ગયા હતા. અજય મિશ્રના દિકરા આશીષ મિશ્રા પર ખેડૂતોની હત્યા કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાઈ છે.

સમગ્ર મામલે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી સાત દિવસ પછી આશીષની ધરપકડ કરવામાં આવી હતી. કાલે સ્થાનિક અદાલતમાં આશીષને જામીન મળ્યા ન હતા. મીશ્રાની ધરપકડ બાદ તેની 12 કલાક પુછપરછ કરવામાં આવી હતી. પોલીસ પુછપરછમાં આશીષ મિશ્રા એ એ નથી જણાવ્યું કે તે ઘટનાના દિવસે 3 ઑક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યા આસપાસ ક્યાં હતો.

ઉલ્લેખનિય છે કે 3 ઑક્ટોબરના રોજ ખેડૂતો રાજ્યના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો વિરોધ કરવા માટે હાથમાં કાળા ઝંડા લઈ રસ્તા પર શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યાં હતા. ત્યારે જ પાછળથી મહિન્દ્રા થાર કરા આવી અને ખેડૂતોને કચડી નાખ્યા. આ ઘટનામાં ચાર ખેડૂતોનો મોત નિપજ્યા હતા. બાદમાં હિંસા ભડકી જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘટના સાથે જોડાયેલા કેટાલક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા મંત્રી પુત્ર પર આરોપ લાગ્યા હતા પરંતુ કેન્દ્રિય મંત્રી એ કહ્યું કે ગાડી તેની હતી પણ તેનો પુત્ર ઘટના સ્થળ પર હાજર ન હતો..

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...