Homeઆંતરરાષ્ટ્રીયમકાન આપવાની ના પાડતા સરકારે કર્યું ચોંકાવનારું કામ જે માનવામાં નહીં આવે

મકાન આપવાની ના પાડતા સરકારે કર્યું ચોંકાવનારું કામ જે માનવામાં નહીં આવે

-

સરકાર દ્વારા સુવિધા વધારવા માટે વિશાળ હાઈવે તેમજ પુલના નિર્માણ કરવામાં આવતા હોય છે. આવા વિકાસ કાર્યો માટે જરૂરી જમીન સંપાદન કરી તેના બદલામાં જમીન માલિકોને વળતર ચૂકવાતું હોય છે. પરંતુ જમીન માલિક પોતાની જમીનનું પુરતું વળતર ન મળે તો કોર્ટના દ્વાર પણ ખખડાવતા હોય છે. પણ અહીં આ કિસ્સામાં માલિકે જમીન નહીં આપતા સરકારે એવો તોડ કાઢ્યો કે જાણીને ચોંકી જવાય.

ચીની સરકાર એક હાઈવેનું નિર્માણ કરી રહી હતી. આ હાઈવે નિકળતા રસ્તામાં એક નાનકડું ઘર આવી રહ્યું હતુ. સરકારે આ જમીન ખરીદી કામ આગળ વધારવાનું નક્કિ કર્યું પરંતુ જમીનના માલિક મહિલાએ ધરને વેચવાની ના પાડી દિધી હતી. મહિલા ઘણા સમય સુધી મકાન વેચવા તૈયાર નહીં થતા સરકારે તેના ઘરની પાસેથી જ હાઈવે બનાવી નાખ્યો હતો. જેના કારણે હાઈવેની વચ્ચે ઘરનું દ્રશ્ય જોવા મળે છે.

કેટલાક અહેવાલો પરથી જાણી શકાય છે કે, મહિલાનું નામ લિઆંગ છે. આ મહિલા પોતાના ઘર માટે 10 વર્ષ સુધી ચીની સરકાર સામે લડી હતી. સરકાર આ ઘર તોડી હાઈવે બનાવવા માંગતી હતી પરંતુ મહિલા એકની બે નહીં થતા સરકારે તોડ શોધવો પડ્યો હતો. હાઈવે નિર્માણ કરનારાઓ એ આખરે મહિલાના નાનકડા ઘરની ચારે તરફ એક પુલ બનાવી દિધો હતો. જેના કારણે હવે લોકો આ ઘરને નિલ હાઉસના નામેથી ઓળખવા લાગ્યા છે, કેમકે મકાન માલિક મહિલાએ સરકાર દ્વારા આપવામાં આવતા પૈસા લેવાની ના ભણી દિધી હતી.

અજબગજબ લાગતા આ હાઈવે ને સરકારે વર્ષ 2020માં જ શરૂ કરી દિધો છે. પરંતુ આ મહિલા આજે પણ તેના ચારે તરફ ઘેરાયેલા ઘરમાં જ રહે છે. એક ચેનલમાં જણાવ્યા પ્રમાણે આ મહિલાનું ઘર 40 સ્કવેર મીટરમાં છે. હવે ચારે તરફ બ્રીજથી ઘેરાયેલું આ મકાન એક દમ સસ્તુ બની ગયુ છે. મહિલા એ ઘર એટલા માટે ન છોડ્યું કેમકે સરકાર તેમને ઘર માટે યોગ્ય જગ્યા એ જમીન નહોતી આપી રહી. મહિલા એવું જણાવે છે કે હું આ હાલતનો મુકાબલો કરીને પણ ખુશ છું એ વિચાર્યા વિના કે લોકો મારા વિશે શું વિચારે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...