Kutch News : ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડોના રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. અરબ સાગરમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સનો મોટો કારોબાર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાકાંઠેથી કોરોડો રૂપિયાનું ડ્રગ્સ (Drugs Seized) પકડવામાં આવ્યું છે. ત્યારે આજે પણ એ સિલસિલો યથાવત્ રહ્યો છે.
પકડાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત 200 કરોડની છે. પકડાયેલું આ ડ્રગ્સ હેરોઇન હોવાનું સામે આવ્યું છે. 200 કરોડનો હેરોઇનનો જથ્થો દરિયાઇ માર્ગે ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડીને હેરોઇનના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે. ઉપરાંત 6 લોકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
વધુ વાંચો- પત્નીએ હાથ દુપટ્ટાથી સેટી સાથે બાંધી માર્યા છરીના ઘા: રાજકોટ
પ્રાપ્ત માહિતી મુજબ, ગત મોડી રાત્રે ગુજરાત ATS ને મળેલા ઇનપુટના આધારે કચ્છ સામેના અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાની અંદર 6 માઇલ દૂર ‘અલ તયાસા’ નામની પાકિસ્તાની બોટમાં ડ્રગ્સ હોવાની માહિતી મળતા કોસ્ટગાર્ડની સાથે સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સામે પારથી દેશની જળસીમાની અંદર ઘૂસી આવેલી પાકિસ્તાની બોટને તાકિદ કરી અટકાવવામાં આવી હતી અને બોટમાં તપાસ કરતા તેમાંથી 40 કિલો હેરોઇનનો જથ્થો મળી આવતા બોટમાં રહેલા 6 પાકિસ્તાની શખ્શોની ધરપકડ કરવામાં આવી હતી. આમ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સાથે મળીને દેશમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.
વધુ વાંચો- દીવાલ પર ભાજપના ‘કમળ’ પર ચોકડી, ‘જૂની પેંશન યોજના લાગુ કરો’ ના લખાણ લખાયા :રાજકોટ
દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ પંજાબ લઇ જવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબની જેલમાં સજા ભોગવી રહેલા એક કેદી નાઇજીરિયન કેદીએ આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમજ જેલમાંથી જ ડ્રગ્સનું સમગ્ર નેટવર્ક ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે.