Homeગુજરાતગૌચરની જમીન ખુલ્લી કરાવવા આત્મવિલોપનનો પ્રયાસ: કચ્છ

ગૌચરની જમીન ખુલ્લી કરાવવા આત્મવિલોપનનો પ્રયાસ: કચ્છ

-

Gujarati News : રાજ્યમાં ગૌચરની જમીન (Gauchar Land) પર દબાણ મામલે વિવિધ સ્થળો પર ફરિયાદો ઉઠતી રહી છે. તે પ્રકારે કચ્છના રાપર (Kutch Rapar) તાલુકાના રામવાવ ગામમાં 600 એકર જેટલી ગૌચરની જમીન પર ખેતર, મકાન અન દુકાન જેવા દબાણો મામલે ફરિયાદ ઉઠી હતી. ફરિયાદી શિવુભા જાડેજા ચાર-ચાર વર્ષથી આ મામલે ફરિયાદો કરી રહ્યાં હતા ઉપરાંત હાઈકોર્ટે પણ ચૂકાદો આપ્યો હતો. છતાં પણ દબાણો દૂર થઈ રહ્યાં ન હતા. આ મામલે ફરિયાદી શિવુભાએ આજરોજ તાલુકા પંચાયત કચેરીમાં કેરોસીન છાંટી આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ આ પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે.

આજરોજ કચ્છના વાગડના રાપર તાલુકા ખાતે શિવુભા દેશળજી જાડેજાએ તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. શિવુભા લાંબા સમયથી ગામના ગૌચરની 600 એકર જેટલી જમીન ખુલ્લી કરાવવા માટે રજૂઆતો કરી રહ્યાં હતા. ત્યારે તાલુકા પંચાયતે પણ આ દબાણ દુર કરવા ગ્રામ પંચાયતને નોટિસ પાઠવી હતી. છતાં પણ કાર્યવાહી નહીં થતા તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી.

વધુ વાંચો- સહારા સેબીનો કેસ પુરો થાય ત્યારે તમારા હક્કની રકમ પરત મળે ! આ કેવો જવાબ

શિવુભાની આત્મ વિલોપનની ચીમકીને પગલે અગાઉથીજ તાલુકા પંચાયત કચેરી ખાતે વિહવટી તંત્ર તેમજ પોલીસ અને ફાયર વિભાગ સહિતનો કાફલો હાજર રાખવામાં આવ્યો હતો. સદનસિબે રામવાવના સરપંચ અને તલાટી, તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધીકારીઓએ જાગૃત થઈ આ મામલે અગાઉથી જ તૈયારીઓ રાખતા શિવુભાનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ થયો હતો.

વધુ વાંચો- જુનાગઢમાં નજીવી બાબતે યુવક ફટકાર્યો, જુની અદાવતમાં મારમારી હત્યાની ધમકી

આ મામલે ટીડીઓ મોઢેરાએ મીડિયાને જણાવ્યું હતું કે, રામવાવ ગામની ગૌચર જમીન પર જે રહેણાક મકાનો 30 દિવસમાં તેમજ દુકાનો 15 દિવસમાં દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...