Homeગુજરાતરાજકોટનવજાત બાળના મીઠા રુદનથી ગૂંજી કોલીથડ ૧૦૮ વાન

નવજાત બાળના મીઠા રુદનથી ગૂંજી કોલીથડ ૧૦૮ વાન

-

નવજાત બાળના મીઠા રુદનથી ગૂંજી ૧૦૮ વાન -પ્રસુતાની એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી કરાવતી કોલીથડ ૧૦૮ ની ટીમ – Kolithad 108 Van from the sweet cry of a newborn baby

રાજકોટ તા. ૮ ડિસેમ્બર – ગુજરાત સરકાર માતા અને અને બાળ મરણદર ઘટાડવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી રહી છે, જેમાં ૧૦૮ ની ટીમનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થતો હાઈ છે. અનેક કિસ્સામાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ તેમની પ્રસૂતિ કરાવવાની ફરજ પડતી હોય છે. અને કેટલાક કિસ્સામાં ખુબ ગંભીર સ્થિતિમાં માતાની સફળ ડીલેવરી કરી બાળક અને અને માતાના જીવ બચાવવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં કોલીથડ ૧૦૮ ની ટીમ એ સાબિત કર્યુ હતું કે ૧૦૮ છે તો કોઈ ચિંતા નથી.

Kolithad 108 Van from the sweet cry of a newborn baby
Kolithad 108 Van from the sweet cry of a newborn baby

           આ અંગે વિગત આપતા કોઓર્ડીનેટર શ્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે,  નોધણચોરા ગામમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગુડીબેનને પ્રસૂતિની  પીડા ઉપડતા ૧૦૮ ને કોલ કરી બોલાવી હતી. ઈમરજન્સી મેડિકલ એક્ઝિક્યુટિવ હરેશ બારીયા અને પાયલોટ ખોડીદાસભાઈ  તુરંત જ સ્થળ પર પહોંચી  દર્દીને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. વાન હોસ્પિટલ પહોંચે તે દરમ્યાન રસ્તામાં ઈ.એમ.ટી.  હરેશભાઇને જણાયું કે, ડીલીવરી એમ્બ્યુલન્સમાં જ કરવી પડશે. જેથી રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ ઉભી રાખી ડોક્ટરની ઓનલાઇન મદદથી સફળ ડીલીવરી કરાવી માતા અને બાળક બન્નેના  જીવ બચાવ્યા હતાં. માતા અને બાળકને વધુ સારવાર માટે કોલીથડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો – જાણો… શામાટે સરકારી ગાડીને શણગાર કરવામાં આવ્યો ?

Must Read