Homeગુજરાતદિવસે પણ દીવા કરી પ્રદર્શન કરતી નગરપાલિકા; વિકાસની સીમા વટાવી દીધી: કોડીનાર

દિવસે પણ દીવા કરી પ્રદર્શન કરતી નગરપાલિકા; વિકાસની સીમા વટાવી દીધી: કોડીનાર

-

Gir Somnath: Kodinar Nagarpalika News in Gujarati at Satyamanthan

  • કોડીનાર નગરપાલિકાએ દિવસે દિવાળીના દિવા શહેરમાં જગમગાવી રોશની કરી

પારૂલ સોલંકી, કોડીનાર: સામાન્ય રીતે નગરમાં રાત્રીના પ્રકાશની સુવિધા ઉભી કરવામાં આવતી હોય છે. તેવી રોશનીની સુવિધા ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી છે. પરંતુ અહિં તો દિવસે દિવા અને રાત્રે અંધારું ! જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં રોશની કરવામાં આવી છે. પણ આ રોશની દિવસ માટે કરી છે કે રાત્રી માટે એ પ્રશ્ન ખડો થાય છે. કેમકે આકાશ સાફ હોવા છતાં ધોળા દિવસે મુખ્યમાર્ગો પરની લાઈટો ચાલુ જોવા મળી હતી. જેથી અધિકારીઓ તેમજ પદાધિકારીઓની મંછા પર સવાલ પેદા થાય છે કે આવું થવાનું કારણ શું ?

આ રીતે ધોળા દિવસે દિવા બળતા હોય તેમ લાઈટો પહેલી વખત ચાલુ જોવા મળી નથી. અગાઉ પણ આ રીતે લાઈટ ચાલુ જોવા મળી છે. રખડતા કુતરા, ખૂંટિયા અને કચરા બાબતે નિષ્ક્રિય રહેતી નગરપાલિકા લાઈટ બાબતે પણ બેદરકાર છે તેમ શકાય. અંતે અખાના છપ્પા ની જેમ *જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજે ઢોલ… અંધે અંધ અંધારે મળ્યા…..જેમ તલમાં કોદારા મળ્યા… ના થાય ઘેંસ કે ના થાય ઘાણી… અખો કે એ વાત અમે જાણી…!! અને પત્રકારની નજરે નિહાળ્યું સત્ય જેની હકીકત ફોટો માં જોવા મળે છે.

આ અંધારપટ જેવા વહીવટ થી કયારે નાગરિકોનો ઉદ્ધાર થાય તે તો જોવું  રહ્યું.  હજુયે ઘણી ગલીઓ,શેરીઓ અને વિસ્તારોમાં જ્યાં વેરાઓ તો વસૂલાય છે પણ અંજવાળા થતા નથી. અને સામાન્ય નાગરિકોની ફરિયાદ સાંભળે પણ કોણ ?આમ, કોડીનાર નગરપાલિકાની આંધળી વહીવટી નીતિ રીતિઓ કયારે પરિવર્તન પામે તે જોવુ જ રહ્યું. જો અસર થાય તો નાગરિકોનું કલ્યાણ થાય બાકી અત્યારે દિવસે અંજવાળુ અને રાત્રે અંધારું તો છે જ.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....