પરાગ સંગતાણી (Gir Somnath): રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. ખેડૂતોને પોતાના તૈયાર પાક ખેતીને લગતી સામગ્રી એક સ્થળે થી બીજા સ્થળે લઇ જવા માટે કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana) અમલમાં છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં આઇ ખેડૂત પોર્ટલ (ikhedut portal) મુજબ માર્ચ-૨૧ સુધીમાં ૨૬ ખેડૂત લાભાર્થીઓને મિડીયમ સાઇઝના ગુડઝ કેરેજ વાહન અંગે રૂા. ૧૮,૫૦,૦૦૦ ની સહાય જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ગીર-સોમનાથ દ્વારા ચુકવવામાં આવી છે.

Must Read
ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ
Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...