Homeગુજરાત9 મહિને પણ ખેડૂતોને KCC વ્યાજ રિફંડ નહીં ? કિસાન કોંગ્રેસે કરી...

9 મહિને પણ ખેડૂતોને KCC વ્યાજ રિફંડ નહીં ? કિસાન કોંગ્રેસે કરી રજૂઆત

-

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન કોંગ્રેસ (Kisan Congress) પ્રમુખ રામકુભાઈ કરપડા (Ramkubhai Karpada) દ્વારા ખેડૂતોને (Farmers) કે.સી.સી. લોનના વ્યાજ રીફંડ (KCC Loan Interest refund) બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

તેમની રજૂઆત છે કે મુળી (Muli) તાલુકાના ખેડૂતોને કે.સી.સી લોનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ 7 ટકા વ્યાજ રીફંડ આપવાની યોજના છે. જે અંતર્ગત સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની (SBI) સરલા શાખામાંથી 8 ગામના ખેડૂતો (Farmers) એ આ લોન મેળવેલ છે. પરંતુ આજ સુધી તેમના ખાતામાં વ્યાજ રીફંડ જમા થયેલ નથી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
KCC Loan Interest refund Issue rise by Ramku Karpda (Kisan Congress President Surendranagar)

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાની સરલા ખાતે આવેલી સ્ટેટ બેંક શાખામાંથી 8 ગામના ખેડૂતો એ કે.સી.સી. યોજના હેઠળ લોન મેળવી છે. આ ખેડૂતો એ માર્ચ મહિનામાં વ્યાજ સંપુર્ણ પણે ભરી દિધેલું છે. જેને નવ મહિના વિતી ગયા છતા પણ ખેડૂતોના ખાતામાં વ્યાજનું 7 ટકા રીફંડ જમા થયુ નથી. આ બાબતે ખેડૂત આગેવાન અને જિલ્લાના કિસાન કોંગ્રેસ પ્રમુખ રામકુભાઈ કરપડા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે.

આ બાબતે રામકુભાઈ કરપડા દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો ને નવ-નવ મહિના સુધી સરકાર દ્વારા રીફંડ કેમ ચુકવવામાં આવેલ નથી. સરકાર ખેડૂતોને ઝીરો ટકા ખેતી લોન ની મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ ધરાતલ પરની વાસ્તવિકતા છે કે સરકારે હજૂ સુધી ખેડૂતોને મળવા પાત્ર સાત ટકા વ્યાજ રીફંડ આપેલ નથી. જેના પરથી જણાય છે કે તંત્રની અને સરકારની ખેડૂતો માટે હમદર્દી જરા પણ નથી.

Must Read